સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો વધી, આવકો વધશે ત્યાર ભાવ ઘટવાની ધારણા

Agriculture of Gujarat Saurashtra in the new cotton corp price is expected to increase, while the income is expected to fall

સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે નવા કપાસની આવક વધી રહી છે. આજે અમરેલીમાં ૩૦૦૦ મણ, હળવદમાં ૧૫૦૦ મણ, સાવરકુંડલામાં ૧૦૦૦ મણ, વાંકાનેરમાં ૪૫૦ મણ, જસદણમાં ૨૫૦ મણ અને જામજોધપુરમાં ૮૦ મણ નવા કપાસની આવક થઇ હતી. 

સૌરાષ્ટ્રમાં આજે જુના કપાસની આવક ૧૯ થી ૨૦ હજાર મણ અને નવા કપાસની આવક વધીને ૬૫૦૦ થી ૭૦૦૦ મણ હતી. 

આજે નવા કપાસની આવક લગભગ દરેક સેન્ટરમાં વધી હતી આજે જુના કપાસના ભાવ નીચામાં રૂ.૭૫૦ થી ૮૫૦ અને ઊંચામાં રૂ.૯૮૦ થી ૧૦૧૫ હતા જ્યારે નવા કપાસમાં નીચામાં રૂ.૬૦૦ થી ૭૫૦ અને ઊંચામાં રૂ.૮૫૦ થી ૯૫૦ હતા. 

દેશમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે કપાસની આવક વધીને ૧૩,૯૦૦ ગાંસડીની રહી હતી જે ગઇકાલે ૧૧,૧૦૦ ગાંસડીની રહી હતી. 

કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ નવા લોકલ કપાસના રૂ.૭૫૦ થી ૮રપ હતા જ્યારે જૂના લોકલ સુપર કપાસના રૂ.૯૮૦ બોલાતા હતા. 

મહારાષ્ટ્રના જુના કપાસના સૌરાષ્ટ્રમાં જીનપહોંચ રૂ.૯૮૦ થી ૧૦૦૦ અને આંધ્રના રૂ.૧૦૧૦ થી ૧૦૩૦ હતા. 

કડીમાં હાલ ચાર થી પાંચ ગાડી મહારાષ્ટ્રના કપાસની આવી રહી છે તેના રૂ.9૭૫૦ થી ૮રપ બોલાતા હતા. 

દેશભરમાં આજે નવા-જૂના કપાસની આવક ૧૩૮૦૦ ગાંસડીની થઇ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું