લસણ ના બજાર ભાવ: ગુજરાતમાં લસણની લેવાલી ઓછો હોવાથી લસણના ભાવમાં સ્થિરતા

લસણની બજારમાં ભાવ નીચી સપાટી પર બેતરફી વધઘટ થઈ રહ્યા છે. વર્તમાન સંજોગોમાં લસણની બજારમાં ખાસ કોઈ લેવાલી નથી અને બજારનો માહોલ હાલ પૂરતો નરમ જ દેખાય રહ્યો છે.

commodity bajar samachar of garlic market trade low agriculture in gujarat garlic price today stable

હાલ ગોંડલનાં અગ્રણી વપારીએ જણાવ્યું હતું કે લસણની બજારમાં લોકલ માલની વેચવાલી નથી અને દેશાવરથી લસણ આવી રહ્યુ છે. ગુજરાતમાં ખેડૂતો નીચા ભાવ હોવાથી વેચાણ કરવાનાં મૂડમાં નથી. લસણમાં ઘરાકો ન હોવાથી બજારો શ્રાવણ મહિના પછી પણ સુધરે તેવા સંજોગો હાલ દેખાતા નથી.

માર્કેટ યાર્ડ ગોંડલમાં લસણની કુલ ૨૫૦૦ કોથળાની આવક હતી, જેમાંથી મધ્યપ્રદેશ-રાજસ્થાનની મળીને ૨૦૦૦ અને દેશી માલની ૫૦૦ કોથળાની આવક હતી. ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૫૦ થી ૪૫૦ના હતાં. આગામી દિવસોમાં લસણની બજાસ્માં સરેરાશ બજારો નરમ રહે તેવી ધારણાં છે.

રાજકોટ માર્કેટયાર્ડ માં લસણની ૪૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૦ થી અને ઊંચામાં પપપ નાં ભાવ હતાં.

જામનગર યાર્ડ માં ૪૫૦ ક્ટ્ટાની આવક સામે ભાવ રૂ.૮પ થી ૨૪૩૭નાં જોવા મળ્યાં હતા. લસણની બજારમાં સરેરાશ આગામી દિવસોમાં વેચવાલી વધે તેવા પણ કોઈ સંજોગો દેખાતા નથી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું