Ashok Patel Weather Forecast Gujarat : સારા વરસાદના રાઉન્ડ આ તારીખ સુધી ચાલુ રહેશે

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે જણાવેલ કે ગત આગાહી મુજબ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં લગભગ સ્થળોએ વરસાદના એક થી વધુ રાઉન્ડ જોવા મળેલ છે. ગઈકાલે રાજયના ૨ર ૮ તાલુકાઓમાં વરસાદ પડેલ, જેમાંથી ૧૫૭ તાલુકામાં ૧૦ મી.મી.થી વધુ વરસાદ પડયો હતો. હાલમાં ૭ જુલાઈ સુધી વરસાદના આંકડા જોતા કચ્છમાં 16% જે નોર્મલથી વધુ, સૌરાષ્ટ્ર - કચ્છ રીજન ભેગુ કરતા નોર્મલ થી ૩% વધુ વરસાદ થયેલ પરંતુ ગુજરાત રીજનમાં હજુ 20% ની ઘટ્ટ જોવા મળેલ છે.

ashok patel weather forecast gujarat monsoon rain good round of July month varsad ni agahi

એક અપરએર સાયકલોનીક સરક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના આસપાસના વિસ્તારમાં છે. આનુસાંગિક અપરએર સાયકલોનીક સરક્યુલેશન 2.1 કિ.મી. ના લેવલ સુધી છે.

હાલમાં મેઘરાજાનો સારો રાઉન્ડ ચાલુ છે તો આવતી ૧૫ મી જુલાઈ સુધી રાજયમાં વરસાદના રાઉન્ડ ચાલુ જ રહેશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ...

ચોમાસુ ધરી સક્રિય છે અને તેનો પશ્ચિમ છેડો નોર્મલથી દક્ષિણે છે. એક ઓફસોર ટ્રફ ગુજરાતના દરિયાકિનારાથી કર્ણાટકના દરિયાકિનારા સુધી છે. એક સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કી.મી ના લેવલ સુધી મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી લાગુ દક્ષિણ ઓડિશા નોર્થ આંધ્ર સુધી છે.

આવતા દિવસોમાં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલથી દક્ષિણે આગાહીના ઘણા દિવસ ૧ .૫ કિ.મી.ના લેવલમાં રહેશે. ચોમાસુધરી જેસલમેર, કોટા, જબલપુર, કાલીંગાપટ્ટનમ અને ત્યાંથી અપરએર સાયકલોનીક સરકયુલેશન બંગાળની ખાડી સુધી ૧.૫ કિ.મી.ની ઉંચાઈએ ફેલાયેલ છે.

આવતા દિવસોમાં આંધ્ર ઓડીશાથી ગુજરાત સુધી ૩.1 કિ.મી. સુધી બહોળુ સરકયુલેશન જોવા મળશે. અમુક દિવસે ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન જે ગુજરાત નજીકથી ઓડીશા સુધી જોવા મળશે. આ સિવાય ૪.૫ કિ.મી. અને પ.૮ કિ.મી.ના લેવલે અમુક દિવસે તેના પવનો ગુજરાત રાજયને ફાયદો આપી શકે. આવા વિવિધ પરિબળોના લીધે સૌરાષ્ટ્ર-કશ્છ-ગુજરાતમાં વરસાદના રાઉન્ડ ૧૫ જૂલાઈ ચાલુ રહેશ.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૮ થી ૧૫ જુલાઈ સુઘીની આગાહી કરતાં જણાવ્યુ છે કે, આગાહી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વરસાદના રાઉન્ડ ચાલુ રહેવાની શકયતા છે. ઘણા વિસ્તારોમાં એક થી વધુ રાઉન્ડ આવી શકે છે.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના દરેક વિસ્તારના ૩૩% વિસ્તારમાં આગાહી સમયમાં અમુક દિવસે વરસાદની શકયતા જેમાં આગાહી સમય સુધી કુલ વરસાદ ૩૫ મી.મી. સુધી. બીજા ૩૩% વિસ્તારમાં ધણા દિવસે વરસાદની શકયતા જેમાં આગાહીના કુલ વરસાદ ૩૫ મી.મી.થી ૬૫ મી.મી. સુધી. ત્રીજા ૩૩% વિસ્તારમાં આગાહી સમય દરમિયાન ધણા દિવસ વરસાદની શકયતા, કુલ વરસાદ ૬૫ થી ૧૨પ મી.મી. તેમજ અતિ ભારે વરસાદના સેન્ટરોમાં ૨૦૦ મી.મી.ને પણ વટાવી જવાની શકયતા છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું