ashok patel weather Gujarat Rain forecast : ઓગષ્ટ માં આ તારીખથી વરસાદી માહોલ જામશે

રાજયભરમાં વરસાદનો સારો એવો રાઉન્ડ પર્ણ થયો છે. ચોમાસુધરી તેની નોર્મલ પોઝીશનથી ઉત્તર તરફ આજથી જાય છે. તેથી હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

ashok patel weather Gujarat Rain forecast of august monsoon rain activity prediction

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે તા.૨૮ જુલાઈથી ૩ ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છમાં છૂટાછાવાયા ઝાપટા,હળવો વરસાદ,આગાહી સમયના થોડા દિવસ વરસી જાય.

જયારે ગુજરાત રીજનમાં આગાહી સમયના અમુક દિવસે ઝાપટા, હળવો મધ્યમ વરસી જાય.આમ હાલ ૩ ઓગષ્ટ સુધી મેઘરાજા વિરામ લેશે.

અશોકભાઈ પટેલની આગોતરી આગાહી : તા. ૪ થી ૧૦ ઓગષ્ટ દરમિયાન ફરી ચોમાસુ માહોલ જામશે...

દરમિયાન વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ગત આપેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ૧૪૮ મી.મી., કચ્છ ૫૯ મી.મી., મધ્ય ગુજરાત ૮૦ મી.મી., દક્ષિણ ગુજરાત ૯૭મી.મી.અને સૌરાષ્ટ્રમાં ૨૪ મી.મી. પાણી પડયુ હતું, જયારે ઓવરઓલ સમગ્ર ગુજરાતમ અવ્યાર સુધીમાં સીઝનન 69.75% વરસાદ પડી ચૂકયો છે. તેમાં દક્ષિણ ગુજરાત ૮૨%, સૌરાષ્ટ્ર ૬૨%, ઉત્તર ગુજરાત ૫૬.૫% અને મધ્ય ગુજરાતમાં ૬૧% થયો છે.

અશોકભાઈ પટેલે આગોતરૂ એંધાણ દર્શાવતા કહ્યું કે ૩ ઓગષ્ટ સુધી મેઘરાજાનો વિરામ કામચલાઉ જ છે અને ૪ ઓગરટથી ફરી ચોમાસુ સક્રીય થવા લાગશે અને ૪થી૧૦ ઓગસટ દરમ્યાન વરસાદી માહોલ ઉભો થશે જે વિશેની વિગતવાર આગાહી આગામી સમાહમાં આપવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા એક સમાહથી વરસાદી રેલમછેલ હતી. સૌરાષ્ટ્રમાં જોર ઓછું હતું પરંતુ રાજયના અન્ય ભાગોમાં સારો વરસાદ હતો. પરંતુ હવે વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો હોય તેમ આજે સવારથી બપોર સુધીમાં માત્ર ૧૪ તાલુકામાં ઝાપટા વરસ્યા હતા. છોટા ઉદેપુરના સંખેડામાં અર્ધો ઈંચ હતો. જયારે અન્યત્ર સામાન્ય ઝાપટા હતા. source: Weather Gujarat Ashok Patel

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું