Rain in Gujarat Weather Forecast : હવે પ્રિ-મોન્સૂન માહોલ, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલએ જણાવ્યુ છે કે ભારતમાં નૈઋત્ય ચોમાસાનું આંદામાન તથા નિકોબારમાં આગમન થઈ જ ગયું છે અને કેરલ તરફ આગળ વધી રહી છે ત્યારે રાજકોટ સોરાષ્ટ્રમાં પણ પ્રિમોન્સુન માહોલ શરુ થઈ જશે. બંગાળની ખાડીના થોડા ભાગ ઉપર સ્થિર છે.

gujarat weather forecast ashok patel ni agahi of Pre Monsoon activity rains coming up in Gujarat

જે દક્ષિણ બંગાળ અને મધ્ય બંગાળની ખાડીના અમુક ભાગોમાં અને દક્ષિણ અરબી સમુદ્રના અમુક ભાગોમાં આવતા બે દિવસમાં ચોમાસુ આગળ વધે તેવી શકયતા છે. છેલ્લા બે દિવસથી ચોમાસુ રેખા સ્થગિત છે. શ્રીલંકાથી દક્ષિણ બાજુ પહોંચ્યુ છે. જે આપણાથી દૂર અને મ્યાનમાર તરફ જાય છે. એક લો પ્રેશર મ્યાનમાર નજીક હતું. જે મરતયાનની ખાડી અને મ્યાનમારના કિનારે હતુ.

જેમ કે ગઈકાલે અમદાવાદ ૪૩.પડિગ્રી, અમરેલી ૪૨.૮ ડિગ્રી, રાજકોટ ૪૩.૯ડિગ્રી નોંધાયેલ હતું. આ તમામ સન્ટરોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળે છે. એ મુજબ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતની વાત કરીએ તો જનરલ ગરમીનું પ્રમાણ નોર્મલથી ઉંચુ જોવા મળે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ અઠવાડિયાની આગાહી કરતા જણાવે છે કે આવતીકાલથી બફારા વધવા સાથે લોકો પરસેવે રેબઝેબ થવા લાગશે, તાપમાનમાં ઘટાડો જોવા મળશે પરંતુ આવતીકાલથી સાંજના સમયે ક્રમશ: ભેજનું પ્રમાણ પણ વધશે. અને કયાંક કયાંક છાંટાછુટી થવાની પણ શકયતા રહેશે.

પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને કયારેક પશ્ચિમના ફૂંકાશે. આગાહીના સમય દરમિયાન મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેશે. જેથી તાપમાનમાં આંશિક રાહત હોવા છતા ઉકળાટ, બફારો જોવા મળશે.

આગળ વધુમાં અશોકભાઈ પટેલ જણાવે છે કે આગાહીના સમય દરમિયાન કયારેક વાદળાઓ પણ જોવા મળે. જનરલ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. આગાહીના સમયમાં સામાન્ય છાંટાછુટીની પણ શકયતા છે. જે પ્રિમોન્સુન એકટીવીટી ગણાય.

જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલએ તા. ૨૦ થી ૨૪ સુધીની આગાહી કરતા કહે છે કે વાતાવરણ અસ્થિર થશે, પવનનું જોર રહેશે, આંધી જેવા પવન ફુંકાશે કયાંક છાંટાછુટીની પણ શકયતા...


સૌરાષ્ટ્ર - કચ્છમા પવનનું જોર વધુ જોવા મળશે. આગાહીના દિવસોમાં પવનની ઝડપ ર૦ થી ૩૫ કિ.મી. અને કયારેક પ થી ૧૦ કિ.મી. વધુ તેમજ કયારેક ઝાટકાના પવત ૩૫ થી ૪૫ કિ.મી.ની ઝડપે પણ પહોંચી જશે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું