ગુજરાતના માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક પર રોકથી ડુંગળીના ભાવમાં ઉછાળો

ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ સુધરી રહ્યાં છે ત્યારે ડુંગળીની બજારમાં નીચી સપાટી પર ભાવ બે તરફી અથડાય રહ્યાં છે. સફેદની બજારમાં ઘટાડાન બ્રેક લાગી છે. આગામી દિવોસમાં સફેદની આવક ઓછી થાય તો જ બજારમાં સુધારો આવે તેવી ધારણાં છે, એ સિવાય ભાવ નીચ સપાટી પર અથડાયા કરે તેવી પૂરી સંભાવનાં છે.

commodity market news of ban Gujarat market yard onion income due to Onion prices today rise

મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીની આવકો સોમવારથી દૈનિક એક લાખ ગુણીથી વધુ પર પ્રતિબંધ મૃક્યો છે. અને આવકો ઉપર કાપ મુક્તા ભાવ આપોઆપ સુધરે તેવી સંભાવનાં દેખાય રહી છે.

મહુવામાં લાલ ડુંગળીની ૧૫૪૫૦ થેલીની આવક સામે ભાવ રૂ.૩૧થી ર૪૬નાં હતાં. જ્યારે સફેદમાં ૧.૮૨ લાખ થેલીની આવક સામે ભાવ રૂ.૫૧થી ૧૭૮નાં ભાવ હતાં.

ગોંડલમાં લાલ ડુંગળીની ૭૧૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૨૧થી ૧૮૬ અને સફેદમાં ૭૯૫૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૪૧થી ૧૦૭નાં હતાં.

રાજકોટમાં ત્રણ હજાર ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૨પથી ૧૭૧નાં જોવા મળ્યાં હતાં.

આગામી દિવસોમાં બજારમાં જો આવકોમાં કાપ મુકાશે તો આપોઆપ ભાવ સુધરી જાય તેવી સંભાવનાં છે. નબળી ક્વોલિટીની ડુંગળીની આવકો બંધ થશે તો સારી ક્વોલિટીની બજારો આપોઆપ ઉપર આવશે. સફેદ ડુંગળીની બજારમાં પંદરેક દિવસ બાદ સુધારો આવી શકે છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું