today weather report Ashok Patel : ગુરુ શુક્ર અને શનિ હોટ દિવસ : બુધવારથી ફરી હીટવેવની હાલત સર્જાશે

આકરા તાપમાન-ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હવે મંગળવાર સુધી એકાદ-બે ડીગ્રીની આંશિક રાહત જોવા મળશે. પરંતુ બુધવારથી ફરી હીટવેવની હાલત સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ છે કે આગામી સોમવારથી આખુ સપ્તાહ સવારના ભાગમાં ઝાકળવર્ષા પણ જોવા મળશે.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં હિટવેવનો માહોલ પણ જોવા મળેલ છે. સુરેન્દ્રનગર ૪૪.૫, અમદાવાદ ૪૪, અમરેલી ૪૪, રાજકોટ ૪. ૩.૭ ડિગ્રી તાપમાન ડીગ્રી ઉંચું છે. હાલમાં નોર્મલ તાપમાન 39 ડીગ્રી છે. એટલે ચારેય શહેરોમાં હીટવેવ છે.
today weather report Ashok Patel ni agahi in Gujarat Heatwave conditions will be created again from Wednesday
એ જ રીતે ડીસામાં તાપમાન 43.8 ડીગ્રી હતું તે નોર્મલથી 6 ડીગ્રી ઉંચું હતું. ભુજમાં તાપમાન 42.4 ડીગ્રી નોર્મલ કરતા ચાર ડીગ્રી ઉંચું હતું.

ગુજરાત વેધર અશોકભાઈ પટેલે (Gujarat Weather Ashok Patel) 9 થી 16 એપ્રિલની આગાહી કરતાં જણાવ્યું હતું કે હવે તા.12મી સુધી તાપમાનમાં એકાદ-દોઢ ડીગ્રીની મામૂલી રાહત મળશે. ત્યારબાદ તા.13 થી 16 એપ્રિલ ગરમીનો કરો રાઉન્ડ આવશે જે પારો 43 થી 45 ડિગ્રીએ પહોચી જશે.

અશોકભાઈ પટેલ એ વધુમાં જણાવે છે કે સવારે તથા રાત્રે ગતિ 10 થી 20 કિ.મી.ની રહેશે. જ્યારે બપોરે તથા સાંજે 20 થી 35 કિ.મી.ની ઝડપે વંટોળીયા જેવા પવન ફૂંકાશે. શરૂઆતમાં કચ્છના સીમીત વિસ્તારોમાં ઝાકળવર્ષા જોવા મળશે.


તા.૧૧ થી ૧ ૬ એપ્રિલ કચ્છ ઉપરાંત દરિયાઈપટ્ટી દ્વારકાથી સમગ્ર દરીયાઈ વિસ્તાર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા સવારે ઝાકળ પડશે છતાં બપોરે તે ગાયબ થઇને 10-12 ટકાના સ્તરે આવી જશે. ૧૧મી એપ્રિલ સુધી કયારેક કયારેક છૂટાછવાયા વાદળો પણ જાવા મળે.
કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું