ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા

માર્ચ એન્ડિંગની માર્કેટિંગ યાર્ડઓમાં રજાઓ પડે તે પહેલા ચણાની આવકો પણ ઘટી ગઇ છે અને કામકાજ પણ પાંખા જોવા મળી રહ્યા છે. 

રાજકોટમાં તો મંગળવારથી જ કામકાજ બંધ કરી દેવાયું છે, તો આજે ગોંડલમાં જે પેન્ડિંગ આવકો પડી હતી તે પૈકી ૭૦૦૦ કટ્ટાના વેપારો સાથે સંપુર્ણ આવકો પુરી કરી દેવામાં આવી હતી. 

commodity bajar samachar of chickpea market income decline in Gujarat chana price today stable

આજે તમામ સેન્ટરોની વાત કરીએ તો અંદાજીત ૨૨,૦૦૦ કટ્ટાના કામકાજ નોંધાયા હતા. અગ્રણી ટ્રેડર્સોએ જણાવ્યું હતું કે, આજે ચણામાં એકંદરે ટકેલો માહોલ હતો. ગુજરાત-૩ મીલ ક્વોલિટીમાં રૂ.૮૮૫-૮૯૫, દાળબરમાં રૂ.૮૯૫-૯૦૨ અને સિલેક્ટેડ ક્વોલીટીમાં રૂ.૯૦૬-૯૧૨માં કામકાજ થયા હતા.

કાંટાવાળામાં જૂજ આવકો વચ્ચે રૂ.૬૪૦-૧૦૩૦ના ભાવ પડ્યા હતા. દિલ્હી મીલર્સના રૂ.૪૯૭૫-૫૦રપ, મુંબઇ પહોંચ વગર વટાવમાં મીલર્સના રૂ.૪૭૭૫, રાજકોટ-ગોંડલ-કુવાડવા ગોડાઉન ૫૦૦ ગ્રામ કાંટા કસર નેટ પેમેન્ટમાં કંપનીઓના રૂ.૪૫૭૫-૪૬રપના ભાવે કામકાજ હતા. કાબુલી ચણામાં રૂ.૧૫૨પ-૧૬૭૦ના ભાવે કામકાજ થયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું