જીરુંનું વાવેતર અને ઉત્પાદન ઓછું થવાના એંધાણથી કેવા રહેશે જીરુંના ભાવ?

જીરૂના પાકમાં આ વર્ષે મોટુ ગાબડું છે અને સટોડિયા હાલ રાજાપાઠમાં આવી ગયા હોઇ ત્યારે જીરૂમાં હજુ મોટી તેજીના ધારણા છે. ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યમાં જ જીરૂ પાકે છે અને બંને રાજ્યમાં જીરૂના પાકની સ્થિતિ ખરાબ છે. 

commodity market news of planting and production of cumin reduction in Rajasthan and gujarat farmers get jeera price today higher

ખેડૂતો એક વાત બરાબર જાણી લ્યે કે ઘટતા ભાવથી જીરૂમાં મણે રૂ.૧૦૦૦ થી ૧૨૦૦ વધી ગયા હોઇ જીરૂની આવક વધશે એટલે એક સાથે વેચવાલી આવતાં ભાવ ઘટશે તે નક્કી છે.

ભલે ગમે તેટલો પાક ઓછો હોય પણ ઊંચા ભાવ હોઈ ખેડૂતોની વેચવાલી પણ અગાઉના વર્ષો કરતાં મોટી હશે આથી જીરૂના ખેડૂતો જો ધીમે ધીમે વેચશે તો જ જીરૂના ભાવ ટકી જશે નહીંતર થોડો સમય માટે ભાવ ઘટી જશે.

આથી ખેડૂતોએ માર્કેટની સ્થિતિ અને પોતાની પૈસાની જરૂરિયાતને સમજીને જીરૂ વેચવાનો નિર્ણય કરવો. થોડો સમય રાહ જોશે તે ખેડૂતોને આગળ જતાં જીરૂમાં બહુ સારા પૈસા મળશે તે નક્કી છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું