ચણામાં ફેબ્રુઆરી આસપાસ નવી આવકોના અંદાજ સાથે ચણાના ભાવમાં ઉછાળાની આશા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠેર ઠૅર કમોસમી વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે ત્યારે તેની આડ અસર નવી આવકો પર પડશે તેવું અનુમાન મુકાઈ રહ્યું છે. અગ્રણી ટ્રેડર્સોના મતે હાલ ચણામાં મજબૂત મોટા સ્ટોકીસ્ટો મહદ્‌અંશે ખાલી થઇ ગયા છે, દરમિયાન હવે છૂટા છવાયા સ્ટોકમાંથી થઇ રહેલા આવકોથી જ કામકાજ ચાલી રહ્યું છે. આજે બજારમાં કોઈ ખાસ મોટા કામકાજ ન હતા, ભાવ પણ એકંદરે જળાયેલા હતા.

commodity market news of in february new chickpea revenue estimates in gujarat chickpea price today are expected to rise

બજાર સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, વાતાવરણ ખુલી ગયું છે જેથી હાશકારો થયો છે. પીઠામાં આવકો ઘટી રહી છે, આજે ૬૦૦ ગુણીની આવક નોંધાઇ હતી. ચણામાં નવો પાક જાન્યુઆરીના અંતથી શરૂ થઇ જશે, તેમજ પંદરમી ફેબ્રુઆરી આસપાસ નવી આવકો વેગ પકડી લેશે તેવો અંદાજ મુકાઇ રહ્યો હતો.

ચણામાં મોટા કામકાજના અભાવ વચ્ચે તહેવારની ઘરાકીની આશા વચ્ચે માહોલ હળવો...

ચણાની બજારમાં આજે માહોલ હળવો હતો, છેલ્લા ત્રણેક દિવસથી બજારમાં સ્ટોકીસ્ટોની સાધારણ વેચવાલી વચ્ચે મર્યાદીત કામકાજ થઇ રહ્યા છે. ત્યારે હવે તહેવારોની ઘરાકી નીકળશે તેવો ટ્રેડર્સોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના-ઓમિક્રોનના સતત વધી રહેલા કેસોને લઇને બજારોને લઇને સંભવતઃ જાહેર થનારી ગાઇડલાઈનનો મુદો ચર્ચામાં રહ્યો હતો.

ત્યારે હાલ કમોસમી વરસાદથી ડહોળાયેલા વાતાવરણ અને પડેલા વરસાદને કારણે સંભવતઃ નવી આવકો દશેક દિવસ મોડી પડે તેવા સંયોગો ઉભા થયા છે, અને જો કદાચ આવું બનશે તો બજાસ્ને ઘરાકીનો ટેકો મળી જશે તેવું અગ્રણી ટ્રેડર્સો માની રહ્યા છે.

અગ્રણી ટ્રેડર્સો કહે છે કે, આજે ચણાની માર્કેટ થોડી નરમ હતી. આજે ચણાની આવક વધી ૮૦૦ ગુણી થઈ હતી. ગુજરાત-૩ના ભાવ રૂ.૯૧૦-૯૩૦, કાટાવાળાનો ભાવ રૂ.૯૦૦-૯૫૦ અને ડંખી જાતના ચણાનો ભાવ રૂ.૭૮૦-૮૨૦ તેમજ એવરેજ ભાવ રૂ.૮૪૦-૮૮૦ બોલાયો હતો. ગઇકાલે કમોસમી વરસાદની અસરે ઝાપટા પડ્યા બાદ આજે પણ કેટલાક વસ્તારોમાં બપોર બાદ ધ્રાબડ જેવું વાતાવરણ જોવાયું હતું.

આ વર્ષે ચણાનું વાવેતર વધ્યું છે ત્યારે કેટલો પાક ઉતરે છે તે અંગે જાત જાતની અટકળો ચાલી રહી છે. વેપારીઓ એવું પણ કહે છે કે, જો તહેવારો અંતર્ગત જો આ ભાવે ઘરાકી નીકળી જાય તો બજારમાં રૂ.૫૦-૭૫નો વધારો આવી શકે તેવા સંયોગો દેખાઈ રહ્યા છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું