Ashok Patel weather Gujarat : બુધવાર થી શનિવાર ઝાપટા-વરસાદની શકયતા, સૌરાષ્ટ્ર-કચ્છ માં કમોસમી વરસાદ

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : ચાર દિવસમાં બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાશે, મુખ્ય અસર ઉતર ભારતમાં રહે તેમ હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતમાં પણ અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શકયતા.

રાજયમાં ફરી વાતાવરણમાં પલટો, આવી રહ્યો છે. ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કાશ્મીરથી લઈ રાજસ્થાન સુધી તેમજ યુ.પી, એમ,પી. અને સૌરાષ્ટ્ર - ગુજરાત કચ્છ ને પણ થશે, જેની અસરથી આગામી બુધ થી શનિવાર સુધી રાજયમાં ઝાપટા વરસાદની શકયતા હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

Gujarat weather ashok patel ni agahi chance of showers from Wednesday to Saturday, non-seasonal rains in Saurashtra and Kutch

તેઓએ જણાવેલ કે, ગત તા.૧ જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારા જેવું વાતાવરણ રહેલુ ત્યારબાદ હાલ ન્યુનતમ તાપમાન ગુજરાત રાજ્યના ઘણા ભાગોમાં ૪ થી પ ડિગ્રી ઉંચુ જોવા મળે છે.

મહત્તમ તાપમાન 1 થી ર ડિગ્રી ઉંચુ છે. જેમ કે ડીસા ૧૫ ડિગ્રી (નોર્મલથી પ ડિગ્રી ઉંચુ), અમદાવાદ ૧૭.૧ ડિગ્રી (નોર્મલથી પ ડિગ્રી ઉંચુ), રાજકોટ ૧૭.૩ ડિગ્રી (નોર્મલથી પ ડિગ્રી ઉંચુ), અમરેલી ૧૭.૬ (નોર્મલથી ૬ ડિગ્રી ઉંચુ), વડોદરા ૧પ.ર (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ), ભુજ ૧૪.૪ (નોર્મલથી પ ડિગ્રી ઉંચુ), રહેશે.

જયારે ગઈકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ર૮.૪ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), રાજકોટ ૨૯.૯ ડિગ્રી (નોર્મલથી ર ડિગ્રી ઉંચુ ), અમરેલી ૩૦.૬  ડિગ્રી (નોર્મલથી ર ડિગ્રી ઉંચુ ), ભુજ ૨૯.૬ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ ), નોંધાવેલ.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૪ થી ૧૦ જાન્યુઆરી હોની આગાહી કરતાં જણાવેલ કે આગાહીના સમય દરમિયાન ઉપરા-ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના હોય જેના લીધે પવનની દિશા અવાર-નવાર ફર્યા રાખશે.

અશોકભાઈ પટેલ : ફરી હવામાનમાં પલટો : માવઠાંનું જોખમ : 5 થી 8 જાન્યુઆરી ઝાપટા-વરસાદ પડશે...

જયારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યારે પવન નોર્મલથી વધુ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મુખ્ય અસર ઉત્તર ભારત, કાશ્મીરથી રાજસ્થાન સુધી અને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છને પણ અસરકર્તા રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મુખ્ય અસર તા.૫ થી ૮ બુધ થી શનિ દરમિયાન જોવા મળશે. એટલે ઝાપટા કે વરસાદની શકયતા છે.

તા.૫ જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાન નોમલથી ઉંચુ રહેશે. ત્યારબાદ આગાહી સમયમાં તા.૬ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે અન આગાહી સમયઃ બાકીના દિવસોમાં મહત્તમ તાપમાના નોર્મલથી નીચુ જોવા મળશે. એક-બે દિવસ દરમિયાનાં ટાઢોડાનો અનુભવ થશે.

જયારે ન્યુનત તાપમાન તા.પ જાન્યુઆરી સુધી નોર્મલથી ૩ થી પ ડિગ્રી ઉંચુ રહેશ. ત્યારબાદ આગાહીના સમયમાં બાકીના દિવસોમાં હાલના તાપમાન કરતાં ૪ થી ૬ ડિગ્રી નીચુ જોવા મળશે. ન્યુનતમ તાપમાન ૯ થી ૧૦ અને ૧ર થી ૧૩ ડિગ્રોની રેન્જમાં જોવા મળશે , ન્યુનત તાપમાન નોર્મલ નજીક હોવા છતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તા.૬ થી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે.

આગળ ગુરુવારથી તાપમાન પણ ઘટવા લાગશે : વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થાય ત્યારે દિવસે પણ ટાઢોડુ વર્તાશે : ન્યુનતમ તાપમાન ફરી વખત ૯ થી ૧૩ ડીગ્રીની રેન્જમાં આવી જવાની શકયતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું