ગુજરાતમાં કપાસની આવકો ઘટતાં બેસ્ટ કપાસના ભાવમાં ઉછાળો

કપાસની આવકો ઘટતાં અને કપાસિયાની મજબૂતી પાછળ સપ્તાહના આરંભે કપાસનો ભાવઘટાડો અટક્યો હતો. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૭૪૦ થી ૧૭૫૦ અને કડીમાં મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના રૂ.૧૬૭૦ થી ૧૬૯૦ બોલાતા હતા.

today commodity market news of cotton income declines agriculture in Gujarat cotton market price rise in best quality

કપાસના અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું ક આવક વધતી ન હોઇ જીનોને સારી ક્વોલીટીનો કપાસ ભાવ વધારીને લેવો પડતો હોઇ સોમવારે કપાસના ભાવ ટકેલા હતા.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગત્ત વર્ષે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે ખરીદી થતી હોઇ ખેડૂતોની વેચવાલી વધુ હતી એટલે આ વર્ષ કરતાં કપાસની આવક ગત્ત વર્ષે વધુ હતી તેવી દલીલ કરીને પાક ઊંચો બતાવનારા સામે ખેડૂતો અને બ્રોકરોનો સવાલ છે.

ગત્ત વર્ષ કરતાં ખેડૂતોને કપાસના મણે રૂ.૫૦૦ થી ૬૦૦ ઊંચા મળે છે ત્યારે આટલા ઊંચા ભાવનો ખેડૂત ઘરમાં રાખી મૂકે ખરો ? કે કોઇ સ્ટોકીસ્ટો આ ભાવે કપાસનો સ્ટોક કરવાની હિંમત કરે ખરો ? 

આવી સ્થિતિમાં પણ કપાસની આવક વધતી નથી તો પછી દેશનો રૂનું ઉત્પાદન ૩ કરોડ ગાંસડી ઉપર થાય તેવી દલીલ કરનારાઓની વાત કોઈને ગળે ઉતરતી નથી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું