સારી કવોલીટીના કપાસ પર ખેડૂતોની મજબૂત પકક્ડ, કપાસના ભાવમાં ઉછાળો

કપાસના ભાવમાં મંગળવારે સતત બીજે દિવસે મણે રૂ.૧૫ થી ૨૦નો વધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા હવે કોઈ ખેડૂતને સારો કપાસ રૂ.૧૭૦૦થી નીચે વેચવો નથી અને ખેડૂતો પાસે હવે બહુ કપાસ બચ્યો પણ નથી. 

today commodity live news of Gujarat cotton farmer strong grip on good quality cotton soaring cotton price

જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૭૫૦, મિડિયમના રૂ.૧૬૫૦ થી ૧૭૦૦ ભાવ હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે નબળો અને મિડિયમ કપાસ મોટે ભાગે વેચાય ચૂક્યો છે અને સારી કવોલીટીના કપાસ પર મજબૂત ખેડૂતોની પકક્ડ છે.

રૂ કરતાં કપાસના ભાવ ઝડપથી વધી રહ્યા હોઇ જીનર્સોને ડિસ્પેરિટિ છે જો કે જીનો ખાલી છે એટલે જીનોને કપાસ લેવો છે પણ પેરિટિએ કપાસ મળે તો જ લેવો હોઇ હાલ માર્કટમાં સ્થિતિ વિચિત્ર છે.


કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ૨૦૦ ગાડીની હતી અને કર્ણાટક-આંધ્રના કપાસની આવક માંડ ૫૦ ગાડીની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ખેડૂતો પાસે હવે કપાસ જ બચ્યો નથી. 

ગત્ત વર્ષે કડીમાં બધુ મળીને ૭૦૦ થી ૮૦૦ ગાડી કપાસની આવક આ ટાઇમે હતી અને મહારાષ્ટ્રની રોજની ૫૦૦ ગાડી આવતી હતી તેની બદલે અત્યારે બધુ મળીને ૪૦૦ ગાડીની આવક થઈ રહી છે. મહારાષ્ટ્રના કપાસના ભાવ સોમવારે રૂ.૨૫ વધીને રૂ.૧૬૫૦ થી ૧૭૫૦ હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું