કપાસમાં જેમ આવકો ઘટતી જાય તેમ તેમ કપાસના ભાવમાં તેજીનું તોફાન

કપાસના ભાવમાં રાબેતા મુજબ ફરી એક વખત ગુરૂવારે ભડકો થયો હતો. રાજકોટ માર્કેટયાડમાં ભાવ વધીને રા.૨૦૩૦ અને જામનગરના હાપા યાર્ડમાં રૂ.૨૧૧૧નો ભાવ બોલાયો હતો. 

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવમાં તેજીનું આ તોફાન છે, ગમે ત્યારે કપાસના ભાવને ઘટવું પડશે કારણ કે આ ભાવનો કપાસ ખરીદીને જીન રૂ બનાવે તો રૂ.૭૫,૦૦૦ની પડતર થાય. 

commodity market news of as cotton revenues decline agriculture in Gujarat cotton price today booming storm

કપાસના ભાવ જેટલાં વધે છે તેના ત્રીજા ભાગના ભાવ પણ રૂમાં વધતાં નથી. ગુરૂવારે જીનપહોંચ એકદમ સારો બેસ્ટ કપાસના રૂ.૧૯૦૦ બોલાતા હતા તેમજ મિડિયમના રૂ.૧૭૦૦ થી ૧૪૭૫૦ અને હલકાના રૂ.૧૬૦૦ થી ૧૬૫૦ બોલાતા હતા.

મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના સૌરાષ્ટ્રમાં જીનપહોંચ રૂ.૧૮૫૦ અને આંધ્ર-કર્ણાટકના રૂ.૧૯૦૦ બોલાતા હતા. મેઈન લાઈનનો કપાસ એકદમ હલકો હોઈ તેના ભાવ નીચા હતા. મહારાષ્ટ્રમાં ગામડે બેઠા હવે ખેડૂતોને રૂ.૧૯૦૦ દેખાવા લાગ્યા હોઇ કોઈ કપાસ વેચતું નથી.

કડીમાં કપાસના ભાવ જેમ જેમ વધી રહ્યા છે તેમ આવકો ઘટી રહી છે. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગુરૂવારે માંડ ૩૨૫ ગાડી કપાસની દેખાણી હતી. કડીમાં મહારાષ્ટ્રના સારા બેસ્ટ કપાસના રૂ.૧૮૦૦ અને કાઠિયાવાડના મિડિયમ બેસ્ટ કપાસના રૂ.૧૮૯૦ બોલાતા હતા.

ઉંચામાં કપાસના ભાવ બોટાદ :

તા.૩૦ ડિસેમ્બરને ગુરૂવારે કપાસનું મહત્વનું યાર્ડ ગણાતા બોટાદ માર્કેટ યાર્ડના એક ટ્રેડર્સ મિત્ર ધર્મેન્દ્રભાઇએ કહ્યું હતું કે ૫પ હજાર મણ કપાસની આવક સામે રૂ.૧૬૦૦ થી રૂ.૨૦૪૧ના ભાવ હતા. બોટાદમાં દરરોજ આવક એવું વેચાણ થઇ જાય છે.

રાજકોટમાં ઊંચા કપાસના ભાવ :

રાજકોટ યાર્ડમાં 7 ગ્રેડના કપાસમાં રૂ.૧૯૫૦ થી રૂ.૨૦૦૦ અને એક એન્ટ્રી ઉંચામાં રૂ.૨૦૩૪ના ભાવે વેચાણી હતી.

જામનગર રેકોર્ડ બ્રેક કપાસના ભાવ :

જામનગર તાલુકાના હર્ષદપુર ગામના ખેડૂત નવીનભાઇ નાથાભાઇનો બેસ્ટ ક્વોલિટી ૧ ભારી કપાસ જામનગર યાર્ડ ખાતે રૂ.૨૧૧૧ના ભાવે હરિઓમ ટ્રેડોગના અમિતભાઇએ ખરીદ કર્યાની વિગત ટ્રેડર્સ વિજયભાઇ મુંગરાએ આપી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું