ડુંગળીનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ૫૦ ટકાથી પણ વધુનો ઉછાળો આવ્યાં બાદ સરકારે વિવિધ પગલાઓ લીધા હોવાથી ડુંગળીની બજારો હવે દિવાળી સુધી સરેરાશ સ્ટેબલ રહે તેવી સંભાવનાં અગ્રણી ટ્રેડરોએ વ્યક્ત કરી રહ્યા છે. ડુંગળોમાં તેજી અંગે જાણકારો કહે છેકે વરસાદને કારણે નુકસાન થતા આવકો ખોરવાઈ હતી અને સટ્ટાકીય લેવાલીથી પણ ડુંગળીની બજારમાં ધારણાં કરતાં વધુ રિટેલ ભાવ વધી ગયાં છે.
ગુજરાતમાં ડુંગળીની આવકમાં વધારો થતા, દિવાળી સુધી ડુંગળીના ભાવ સ્થિર રહે તેવી સંભાવના |
કેવી રહેશે ડુંગળીની બજાર
ડુંગળીની તેજી-મંદી માટે આગામી ડિસેમ્બર મહિના સુધીનું વાતાવરણ પણ ખૂબ જ અગત્યનું છે, જ્યારે નવી ડુંગળીની આવકો શરૂ થશે ત્યારે જ બજારમાં ઘટાડો આવશે. ડુંગળીની બજારમાં આગામી દિવસો માટે ભારે અનિશ્ચિતતા છે.
ડુંગળીની માર્કેટ બજાર
જો વાતાવરણ ખરાબ રહેશે તો ડુંગળીનાં પાકમાં નુક્સાન વધશે અને જો સાનુકૂળ વાતાવરણ રહ્યું તો નવો પાક બમ્પર આવક આવે તેવી ધારણાં છે, પરંતુ સરેરાશ હવે ડુંગળીનાં ભાવ દિવાળી સુધી સ્ટેબલ રહે તેવી ધારણાં છે તેમ દિલ્હીનાં આઝાદપુર મંડીનાં ડુંગળીનાં વેપારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :
- ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?
- ગુજરાતમાં સફેદ તલ ના ભાવમાં ઘટાડો થતા કાળા તલના ભાવમાં આવ્યો ઉછાળો
નાસિક ડુંગળીના ભાવ અને બજાર
નાશીકની લાસણગાંવ મંડીમાં ડુંગળનાં ભાવ છેલ્લા એક મહિનામાં બમણાંથી પણ વધુ વધી ગયાં છે. ૧૬મી સપ્ટેમ્બરનાં રોજ મોડલ ભાવ રૂ.૧૪૭૫ હતા, જે વધીને હાલ રૂ.૩૩૪૦ પ્રતિ કિલો પહોંચી ગયાં છે આમ ૧૨૦ ટકાનો વધારો થયો છે. સાઉથમાં બેંગ્લુરુ મંડીમાં ભાવ રૂ.૧૦૦૦થી વધીને સીધા રૂ.૩૫૦૦ પર પહોંચી ગયાં છે. કર્ટકમાં પણ રૂ.૮૫૦નાં ભાવ વધીને ક્વિન્ટલનાં રૂ.૧૪૫૦ બોલાય રહ્યાં છે.
કયારે વેચવી ડુંગળી
ખેડૂતોએ જો સારા ભાવ મળતા હોય તો ડુંગળીમાંથી નીકળી જવાની સલાહ છે. ડુંગળીનાં ભાવ ઊંચા આવે પરંતુ એવું પણ બને કે તેનો લાભ ખેડૂતોને ન પણ મળે, પરિણામે જો ખેડૂતોને બે પૈસા મળતા હોય તો સારા ભાવ મળે ત્યારે થોડો-થોડો માલ બજારમાં ઠલવતા રહેવું જોઈએ.
સરેરાશ ડુંગળીમાં હવે મોટી તેજી થવી મુશ્કેલ જણાય રહ્યું છે, સારા ડુંગળીના ભાવ મળે તો નીકળી જવામાં મજા છે...
કેવા રહેશે ડુંગળીના ભાવ
ડુંગળીમાં ભાવમાં મણનાં રૂ.૬૦૦ની સપાટી આસપાસ અથડાય રહ્યા છે. ડુંગળીનાં ભાવ મણનાં રૂ.૧૦૦૦ સુધી પહોંચશે તેવો પ્રચાર અનેક તેજીવાળા કરતાં હતાં, પંરતુ ભાવ દિવાળી નજીક આવી ગઈ હોવા છત્તા હજી આવ્યાં નથી. નવી ડુંગળીને હવે બે એક મહિનાની વાર છે.
ડુંગળીનાં ભાવ હાલ મણનાં નીચામાં રૂ.૨૦૦ થી ૩૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૦૦ થી ૬૦૦ સુધીનાં બોલાય રહ્યાં છે. નાશીકમાં સારી ક્વોલિટીમાં રૂ.૮૦૦ પ્રતિ મણનાં ભાવ છે પરંતુ એવો માલ બહુ ઓછો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હો-મુંબઈ સહિતનાં શહેરોમાં રિટેલ ડુંગળીના ભાવ રૂ.૬૦ સુધી પહોંચ્યાં...
કેવા રહેશે ડુંગળીના વેપાર
સાઉથ અને મઘશપ્રદેશની નવી ડુંગળી પણ આવવા લાગશે. આગામી દિવસોમાં ડુંગળીમાં કોઈ અસાધારણ માંગ નીકળે તો જ ભાવ હવે વધે તેવું લાગે છે. જો ભાવ વધશે તો પણ તે ટૂંકાગાળા માટે જ ઊંચા રહે તેવી સંભાવના છે. ડુંગળીમાં તેજી થવાનાં કારણો અનેક છે, પરંતુ સરકારની દખલગિરી વધારે પડતી નથી. સરકાર વચેટિયા ઉપર ભાવ શિયંત્રણ કરવાને પગલે ખેડૂતોને ભાવ નીચા કેમ મળે એ દિશામાં કાર્ય કરી રહી છે.
સરકારે હોલસેલ અને રિટેલનાં ભાવ વચ્ચેનો ફરક જે બહુ મોટો છે તેને ઘટાડવો જોઈએ. જો આવું થાય તો ખેડૂતોને પણ સારા ભાવ મળે અને ગ્રાહકોને પણ પોષણક્ષમ ભાવથી ડુંગળી મળી શકે છે. સરકાર દ્વારા જો વધુ ભાવ વધશે તો નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે, પંરતુ તેનાંથી સેન્ટીમેન્ટલી અસર વધારે થાય છે. ડુંગળીમાં નિકાસ વેપારો હાલ ખાસ થતા જ નથી.