આજે ગુજરાતમાં વરસાદ ઘણા સ્થળે ઝાપટા, કેટલાક સ્થળે હળવા મધ્યમ વરસાદ પડશે

ગુજરાતમાં ભારે વરસાદ વરસાવનારી લૉ પ્રેશર સિસ્ટમની અસર પુરી થતા હવે રાજ્યમાં વરસાદના પ્રમાણ અને વિસ્તારમાં ઘટાડો થયો છે.આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે.

the rain in gujarat weather forecast is thunderstorms in many places in the gujarat state possibility of light to moderate rains in gujarat some places

ગુજરાત હવામાનની આગાહી:

મધ્યપ્રદેશ સરહદ લાગુ ગુજરાત રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

ગુજરાત વરસાદની આગાહી :

મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ ,આણંદ, ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડવાની સંભાવના. બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટા પડવાની સંભાવના.

સૌરાષ્ટ્ર વરસાદ ના સમાચાર :

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળે હળવો વરસાદ પડી શકે તો આ સિવાય જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે મધ્યમ વરસાદની સંભાવના.

કચ્છ વરસાદ ના સમાચાર :

કચ્છમાં છુટા છવાયા એકાદ બે સ્થળે હળવા-ભારે ઝાપટા પડવાની સંભાવના.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું