ગુજરાત વરસાદ: દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે મધ્યમથી ભારે વરસાદની શકયતા

આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નમદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે ભારે ઝાપટા તથા કેટલાક સ્થળોએ મધ્યમ થી ભારે વરસાદ પડી શકે. 

the gujarat weather forecast is Chance of moderate to heavy rainfall according to Ashok patel weather along the coast in South Gujarat and Saurashtra Gujarat area

ગુજરાત હવામાન સમાચાર :

મધ્ય પૂર્વ ગુજરાતમાં મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના તથા એકાદ બે સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા તથા મધ્ય પૂર્વ ગુજરાતમાં બીજા વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે.

સૌરાષ્ટ્ર હવામાન સમાચાર:

બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં અમુક સ્થળે હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગિરસોમનાથ, ભાવનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળે મધ્યમ એકાદ બે સ્થળે ભારે વરસાદ પડી શકે છે.

હવામાન સમાચાર લાઈવ :

આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને બોટાદ જિલ્લામાં કેટલાક સ્થળોએ મધ્યમ થી ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના કચ્છમાં કેટલાક સ્થળોએ હળવા-ભારે ઝાપટા તો એકાદ બે સ્થળે મધ્યમ વરસાદની સંભાવના અને આ સિવાય પણ રાજ્યના કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે.

નોંધ: અહીં મુકવામાં આવતી હવામાનની માહિતી હવામાનના મોડેલના આધારે મુકવામાં આવે છે, તેથી મુકવામાં આવતી માહિતીમાં ફેરફાર આવી શકે છે. માટે હવામાન સબંધી માહિતી અને પરિસ્થિતિઓ માટે ભારતીય હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. અને અહીં આપેલ માહિતને ધ્યાનમાં લઈ કોઈ ખાનગી નિર્ણયો લેવા નહીં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું