ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં થશે ઘટાડો, છુટો છવાયો વરસાદ ચાલુ રહેશે, આટલી જગ્યાએ પડશે વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદ વરસાવનારી લૉ પ્રેશર સિસ્ટમ સાવ નબળી પડી ગુજરાતથી દૂર ખસી છે જેથી હવે રાજ્યમાં વરસાદના પ્રમાણ અને વિસ્તારમાં ઘટાડો થશે.

rainfall agriculture in gujarat will thunderstorm decrease, scattered rain will continue, rain in kutch will fall according to gujarat weather forecast report

ગુજરાતમાં વરસાદ ના સમાચાર :

આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે. મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

ગુજરાતમાં વરસાદની આગાહી :

મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ,આણંદ, ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડવાની સંભાવના. બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટા પડવાની સંભાવના. 

સૌરાષ્ટ્રમાં વરસાદ ના સમાચાર :

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્રારકા અને બોટાદ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડી શકે તો આ સિવાય જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે મધ્યમ વરસાદની સંભાવના.

 કચ્છમાં વરસાદ ના સમાચાર :

કચ્છમાં છુટા છવાયા સ્થળે હળવા-ભારે ઝાપટા પડવાની સંભાવના.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું