ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના ભાવ સ્થિર, સફેદ ડુગળોનાં ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં લેવાલી ઠંડી છે. લાલ ડુંગળીનાં હાલ બેહાલ છે, પંરતુ સફેદમાં બજારો થોડી સુધી રહી છે. ખેડૂતો એવી પણ ફરીયાદ કરી રહ્યાં છે કે અમુક સેન્ટરમાં ઊંચા ભાવ સંભળાય છે.

પંરતુ એવા ભાવ માત્ર બે-પાંચ વકલમાં જ હોય છે અને સરેરાશ ડુંગળીનાં બજાર ભાવ નીચા જ હોય છે. સફેદ ડુંગળીમાં ફેકટરીવાળાની માંગ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે, જ્યારે લાલમાં ઘરાકી ઠંડી છે. લોકડાઉન-નાઈટ કરફ્યુની અસર વર્તાઈ રહી છે.

the gujarat bajar samachar of red onion apmc market price stabilize agriculture in Gujarat Gondal marketing yard white onion crop market price improve

મહુવામાં લાલ ડુંગળીમાં ૫૦ હજાર થેલાનાં વેપાર સામે મહુવા ડુંગળીનાં ભાવ રૂ.૬૦થી ૨૫૧નાં હતા. જ્યારે સફેદમાં એક લાખ થેલાની આવક સામે ભાવ રૂ.૧૬૦થી રપપનાં હતાં.

ગોંડલમાં લાલ ડુંગળીની ૧૦ હજાર કટ્ટાનાં વેપાર સામે ગોંડલ ડુંગળીનાં ભાવ રૂ.૫૦થી ૧૯૧નાં હતાં. સફેદની આજે હરાજી થઈ નહોંતી.

રાજકોટમાં ડુંગળીની આવક પ હજાર કટ્ટાની હતી અને રાજકોટ ડુંગળીનાં ભાવ રૂ.૮૦થી રર૦નાં હતાં. આમ સરેરાશ લાલ ડુંગળીનાં ભાવ સારી ક્વોલિટીમાં રૂ.૨૦૦ આસપાસ જ બોલાય રહ્યાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું