ઘઉંનાં ભાવમાં વધારો: કોરોના લોકડાઉને કારણે ભાવમાં આવી શકે છે ઘટાડો

આજે ઘઉં બજારમાં ભાવ ક્વિન્ટલે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો. વાદળછાયું વાતાવરણ હવે દૂર થયું હોવાથી લેવાલી થોડી આવી છે, પંરતુ આગામી દિવસોમાં હોળી પૂરી થયા બાદ ખાનાર વર્ગની ઘરાકી ઉપર બજારની નજર છે.

કોરોનાં કેસ વધતા અને લોકડાઉનની શક્યતાએ જો આગળ ઉપર ઘરાકીને અસર થશે તો બજારો બહુ ન વધે તેવી ધારણાં છે. દિવસ દરમિયાનનું લોકડાઉન આવશે તો ઘઉંનાં બજાર ભાવ ઘટી જાય તેવી ધારણાં છે, જોકે હાલનાં તબક્કે એવી શક્યતા ઓછી છે, પંરતુ સરકાર એક પછી એક નિયંત્રણો લાદી રહી હોવાથી દરેકને ડર છે, પરિણામે હાલ મર્યાદીત વેપારો જ થઈ રહ્યાં છે.

the gujarat bajar samachar of wheat apmc market price hike agriculture in Gujarat wheat crop income due to coronavirus lockdown could lead to lower in wheat market price

ઘઉંની બજારમાં આગામી દિવસોમાં ભાવમાં ક્વિન્ટલે રૂ.૧૦થી ૨૦ની તેજી આવી શકે છે, પરતુ બહુ મોટી તેજી થાય તેવું દેખાતું નથી.

વાદળછાયું વાતાવરણ દૂર થત્તા અને હોળી બાદ ઘરાકીની આશા...

ઘઉંની કેશોદમાં ૧૨ હજાર ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંનાં ભાવ રૂ.૩૩૨થી ૩૮૦નાં હતાં.

રાજકોટમાં ઘઉંની નવી આવકો નહોંતી અને રાજકોટ ઘઉંનાં ભાવ મિલબરમાં રૂ.૩૪૦થી ૩૪૧ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૪પથી ૩૫૫ અને સુપર ક્વોલિટીમાં રૂ.૩૭૫થી ૪૩૦નાં ભાવ હતાં.

ગોંડલમાં ૮ હજાર ગુણીનાં વેપાર હતાં. ગોંડલ ઘઉંનાં ભાવ મિલબરમાં રૂ.૩૩૮થી ૩૪૦, લોકવનમાં રૂ.૩૫૦થી ૪૦૦ અને ટૂકડામાં રૂ.૩૫૦થી ૪રપનાં ભાવ હતાં.

હિંમતનગરમાં નવા ઘઉંની ૮૦૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંનાં ભાવ મિલબરનાં રૂ.૩૪૫થી ૩૫૦, મિડીયમમાં રૂ.૩૬૦થી ૩૮૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૪ત૮પનાં ભાવ હતાં.

મોડાસામાં ૨૫૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંનાં ભાવ રૂ.૩૩૫થી ૪૦૦નાં ભાવ હતાં. ઈડરમાં ૧૫૦૦ બોરી હતી અને ભાવ રૂ.૩૪૦થી ૪૦રનાં હતાં.

તલોદમાં નવા ઘઉંની ૨૫૦૦ બોરીની આવક હતી અને તલોદ ઘઉંનાં ભાવ રૂ.૩૩૫ થી ૪૧૫નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું