ગુજરાતમાં કપાસની આવક જળવાયેલી અને કપાસના ભાવમાં સ્થિરતા

બુધવારે દેશમાં રૂની આવક વધુ ઘટીને ૫૪ હજાર ગાંસડી એટલે કે ૧૩ લાખ મણ જ કપાસની આવક થઇ હતી. કપાસની આવક દેશભરમાં સતત ઘટી રહી છે. દક્ષિણ ભારતમાં કપાસની આવક હવે પુરી થઇ ચૂકી છે. 

ઉત્તર ભારતમાં પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં થોડી ઘણી આવક થઈ રહી છે. અત્યાર સુધી ગુજરાત અતે મહારાષ્ટ્રમાં કપાસની આવક નોંધપાત્ર હતી પણ હવે આ બંને રાજ્યોમાં પણ કપાસની આવક ઘટી ચૂકી છે. 

દેશમાં તા.૧૫મી માર્ચે સુધીમાં ૩૧૨ લાખ ગાંસડી રૂ એટલે કે ૭૫ કરોડ મણ કપાસની આવક થઇ હોવાનો અંદાજ છે. દેશમાં કપાસનું ઉત્પાદન ૮૬ કરોડ મણ એટલે કે ૩૫૮.૫૦ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કપાસના ભાવ આજે દેશભરમાં ટકેલા હતા.

the gujarat bajar samachar cotton crop market income maintained agriculture in Gujarat cotton apmc market price stability for Gujarat farmers

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં દોઢ લાખ મણની અને દેશાવરની આવક જળવાયેલી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં મહારાષ્ટ્ર અને કાઠિયાવાડના કપાસની આવક જળવાયેલી હતી પણ કપાસની કવોલીટી દિવસેને દિવસે બગડી રહી છે. 

મહારાષ્ટ્રમાં કપાસના ભાવ ઊંચા હોઈ ત્યાંથી પાણી છાંટીને કપાસ લાવે તો જ પોસાય તેમ હોઇ ત્યાંના વેપારીઓ ભરપૂર પાણી છાંટીને કપાસ લાવી રહ્યા છે જેની કવોલીટી એકદમ બી કવોલીટીની છે. આ વર્ષે ફરધર કપાસ આવવાની શક્યતા ન હોઇ હાલ જે કંપાસ આવે છે તેની કવોલીટી સતત નબળી આવી રહી છે. 

આજે કડીમાં કપાસના બજાર ભાવ ટકેલા હતા. મહારાષ્ટ્રની ૮૦-૯૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડી કપાસની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૧૫૦ થી ૧૨૮૦ અને કાઠિયાવાડના કપાસના ભાવ રૂ.૧૧૭૦ થી ૧૩૦૦ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ૬૦ થી ૬પહજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૧૫૦ થી ૧૨૦૦ અને ઊંચામાં રૂ.૧૩૪૦ થી ૧૩૬૫ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ આજે ટકેલા હતા અને નબળા અને મધ્યમ કવોલીટીના રૂના બજાર ભાવ રૂ।.૫ ઘટયા હતા. 

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર ક્વોલીટી એટલે કે ૩પ ઉપરના ઉતારાવાળા કપાસના બજાર ભાવ રૂ।.૧૩૩૫ થી ૧૩૪૦ બોલાતા હતા. એવરેજ સુપર ક્વોલીટીના રૂ।.૧૨૮૫ થી ૧૨૯૦ મિડિયમ કવોલીટીના રૂ।.૧ર૨૫૦ થી ૧૨૫૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૨૩૦ થી ૧૨૩૫ ભાવ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કોઇને રૂ।.૧૩૦૦ની નીચે કપાસ વેચવો નહોતો. આજે ખેડૂતોને નીચામાં કપાસ વેચવો નહોતો અને જીનર્સોને ઊંચામાં કપાસ લેવો પોસાય તેમ નહોતો આથી કામકાજ બહુ જ પાંખા થયા હતા એમાંય સારી ક્વોલીટીના કપાસના કામ આજે સાવ નહોતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું