ગુજરાતમાં ચણાની બમ્પર આવકથી ખેડૂતોને ચણાના ભાવમાં થઈ શકે છે નુકશાન

ગુજરાતના અંદાજિત પ૪ લાખ ખેડૂતોમાં હાલ ચણાના પ્રશ્ને દેકારો મચી રહ્યો છે, સરકારે ચણામાં ટૅકાનો ભાવ પ્રતિ મણનો રૂ।.૧૦૨ર૦નો ભાવ તો જાહેર કરી દીધો છે પરંતુ શરત એવી મૂકી છે તે એક ખેડૂત ચોક્કસ નિયમોને આધિન માત્ર ૫૦ મણ જ ચણા ટેકાના ભાવે સરકારને વેચી શકે છે, એટલે ખેડૂતોએ વિપુલ ઉત્પાદન હોવાથી બાકીના ચણા માર્કેટિંગ યાર્ડોમાં ખૂલ્લી બજારમાં નાછૂટકે વેચવા પ્રેરાવું પડી રહ્યું છે. 

આ બાબતને કારણે ખેડૂતોને ચણામાં ખુલ્લા બજારમાં પ્રમાણમાં ઓછા ભાવ મળી રહ્યા હોવાથી દૈનિક મોટી ખોટ સહન કરવી પડી રહી છે. વધુ નહીં માત્ર એક અઠવાડિયાની જ વાત કરીએ તો સત્તાવાર રીતે ચણામાં ખેડૂતોએ રૂ. ૧૪,૨૭,૬૮,૭૮૫/- ની અધધ ખોટ સહન કરવી પડી છે. 

gujarat bajar samachar of bumper chickpea crop income agriculture in Gujarat chickpea apmc market msp price of can cause loss to Gujarat farmers

ગુજરાતના ખેડૂતોને અગાઉના પાકવીમો, દેવામાફી, ખેડૂતોમાં આત્મહત્યા અટકાવવાની નીતિ સહિતના અનેક પ્રશ્ને તો ન્યાય નથી જ મળ્યો ત્યાં ફરી ચણાની ખોટનું પણ મીટર શરૂ થઇ જતા ખેડૂતોમાં રીતસર દેકારો મચી જવા પામ્યો છે.

ટેકાના રૂ.૧૦૨૦ના ભાવ સામે ખેડૂતોએ યાર્ડઓમેં સરેરાશ પ્રતિ મણે દૈનિક રૂ।. ૯૫ થી લઇ રૂ।. ૧૧૪ સુધીની નુકસાની સહન કરી...

ગત તા. ૦૮-૦૩-૨૦૨૧ સોમવારે ગુજરાતના યાર્ડોમાં ચણાની આવક કુલ ૭૭,૮૫૨ ગુણી એટલે કે, ૩,૩૦,૯૪૫ મણ નોંધાઇ હતી. તે દિવસના ભાવપત્રક અનુસાર ટેકાના રૂ. ૧૦૨૦ સામે જોઇએ તો ખેડૂતોને પ્રતિ મણે રૂ. ૯૫ની સરેરાશ નુકસાની જતા એક દિવસની કુલ નુકસાનીનો આંકડો રા. ૩,૩ર,૪૬,૨૩૦/- સુધી પહોંચી ગયો હતો. 

જ્યારે ગત તા. ૦૯-૦૩-૨૦૨૧ મંગળવારે ગુજરાતના યાર્ડોમાં ચણાની કુલ આવક ૪૪૭,૦૫૪ ગુણી એટલે કે, ૨,૩૫,૨૭૦ મણ નોંધાઇ હતી. તે દિવસના ભાવપત્રક અનુસાર ટેકાના રૂ. ૧૦૨૦ સામે જોઇએ તો ખેડૂતોને પ્રતિ મણે રૂ. ૧૧૪ની સરેરાશ નુકસાની જતા એક દિવસની કુલ નુકસાનીનો આંકડો રા. ર,પર,૨૮,૮૧૦/- સુધી પહોંચી ગયો હતો. 

ગુજરાતના ખેડૂતોની માઠો , અગાઉના પાકવીમો , દેવામાફો , ખેડૂતોમાં આત્મહત્યા અટકાવવાની નીતિ સહિતના પ્રશ્ને તો ન્યાય નથી જ મળ્યો ત્યાં ફરી ચણાની ખોટનું પણ...

ગત તા. ૧૦-૦૩-૨૦૨૧ બુધવારે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં ચણાની કુલ આવક ૬૬,૧૮૯ ગુણી એટલે કે, ૩,૩૦,૯૪૫ મણ નોંધાઇ હતી. તે દિવસના ભાવપત્રક અનુસાર ટેકાના ચણાના બજાર ભાવ રૂ. ૧૦૨૦ સામે જોઈએ તો ખેડૂતોને પ્રતિ મણે રૂ।. ૯પની સરેરાશ નુકસાની જતા એક દિવસની કુલ નુકસાનીનો આંકડો રૂ.૩,૧૫,૨૫,૫૮૦/- સુધી પહોંચી ગયો હતો.

દરમિયાન ૧૧-૦૩-૨૦૨૧ના રોજ ગુરૂવારે મહાશિવરાત્રીની જાહેર રજા હોવાથી માર્કેટિંગ મથકોમાં હરાજી કાર્ય બંધ હતું. ત્યાર બાદ ગત તા. ૧૨-૦૩-૨૦૨૧ શુક્રવારે ગુજરાતના માર્કટિંગ યાર્ડોમાં ચણાની કુલ આવક ૬૧,૦૦૩ ગુણી એટલે કે, ૩,૦૫,૦૧૫ મણ નોંધાઇ હતી. તે દિવસના ભાવપત્રક અનુસાર ટેકાના રૂ.૧૦૨૦ સામે જોઈએ તો ખેડૂતોને પ્રતિ મણે રૂપિયા ૧૦૧ની સરેરાશ નુકસાની જતા એક દિવસની કુલ નુકસાનીનો આંકડો રૂ.૨,૭૦,૨૪,૮૨પ સુધી પહોંચી ગયો હતો. 

દેશની રાજધાની દિલ્હી ખાતે દેશભરના ખેડૂતો ત્રણ કાયદા પરત ખેંચવાની સાથે ટેકાના ભાવનો કાયદાની માગણી કરી જ રહ્યા છે તેનું કારણ એ જ છે કે, ખેડૂતોને ટેકાના ભાવનો પૂરપૂરો લાભ મળી શકે...

ગત તા.૧૩-૦૩-૨૦૨૧ શનિવારે ગુજરાતના માર્કટિંગ યારડોમાં ચણાની કુલ આવક ૬૩,૧૯૬ ગુણી એટલે કે, ૩,૧૫,૯૮૦ મણ નોંધાઇ હતી. તે દિવસના ભાવપત્રક અનુસાર ટેકાના રૂ. ૧૦૨૦ સામે જોઈએ તો ખેડૂતોને પ્રતિ મણે રૂ।. ૧૦૧ની સરેરાશ નુકસાની જતા એક દિવસની કુલ નુકસાનીનો આંકડો રૂ. ૨,૫૭,૪૩,૩૪૦ સુધી પહોંચી ગયો હતો. એટલે છ દિવસમાં કુલ જોઈએ તો ખેડૂતોને ચણામાં કુલ રૂ. ૧૪,૨૭,૬૮,૭૮૫ ની નુકસાની સહન કરવી પડી હતી.

ચણાના ભાવનુ નુકશાનીનું સરવૈયું...

» સોમવાર રૂ. ૩,૩૨,૪૬,૨૩૦

» મંગળવાર રૂ. ૨,૫૨,૨૮,૮૧૦

» બુધવાર રૂ।. ૩,૧૫,૨૫,૫૮૦

» ગુરૂવારે (શિવરાત્રી - યાર્ડો બંધ)

» શુક્રવાર રૂ. ૨,૭૦,૨૪,૮૨૫

» શનિવાર રૂ. ૨,૫૭,૪૩,૩૪૦

» કુલ નુકસાની રૂ।. ૧૪,૨૭,૬૮,૭૮૫

માર્કેટિંગ યાર્ડઓમાં ચણાની એક અઠવાડિયાની આવકો...

»સોમવાર ૭૭,૮૫૨ ગુણી, ૩,૮૯,૨૬૦ મણ

» મંગળવાર ૪૭,૦૫૪ ગુણી, ૨,૩૫,૨૭૦ મણ

» બુધવાર ૬૬,૧૮૯ ગુણી, ૩,૩૦,૯૪૫ મણ

» ગુરૂવારે (શિવરાત્રી - યાર્ડ બંધ)

» શુક્રવાર ૬૧,૦૦૩ ગુણી, ૩,૦૫,૦૧૫ મણ

» શનિવાર ૬૩,૧૯૬ ગુણી, ૩,૧૫,૯૮૦ મણ

» કુલ આવક ૩,૧૫,૨૯૪ ગુણી, ૧૫,૭૬,૪૭૦ મણ

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું