કપાસની આવકમાં સતત ઘટાડો થવાથી સારા કપાસના ભાવ થી ખેડૂતો ને ફાયદો

દેશમાં રૂની આવક સોમવારે વધુ ઘટીને ૭૯ હજાર ગાંસડી એટલે કે ૧૯.૦૦ લાખ મણની રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવે કપાસની આવક ઘટી રહી છે કારણ કે સતત ભાવ વધી રહ્યા હોઇ મક્કમ ખેડૂતો હાલ કપાસ વેચવાથી દૂર છે હાલ જેમને કોરોના વાઈરસને કારણે લોકડાઉન થવાનો ભય છે તે જ કપાસ વેચી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ બહુ જ જાજી જરૂરિયાત પડશે તો જ લોકડાઉન લદાશે તેવી જાહેરાત કરતાં કપાસની વેચવાલી થોડી અટકી હતી. મહારાષ્ટ્રમાં ગામડે બેઠા કપાસના ભાવ ઊંચાં રૂ।.૧૨૪૦ બોલાયા હતા.

good cotton crop apmc market price due to agriculture in India farmers cotton market income decrease  continuous agriculture in Gujarat cotton market income decline and price increase

ઉત્તર ભારતના રાજ્યોમાં આજે કપાસના ભાવ માં મણે રૂ।.૨૦ થી રપનો વધારો થયો હતો, ખાસ કરીને આજે રાજસ્થાનમાં કપાસના ભાવ વધીને રૂ.૧૨૮૦ સુધી ઊંચામાં બોલાયા હતા. 

દક્ષિણ ભારતમાં હવે રૂની આવક ઘટીને ૯ હજાર ગાંસડી એટલે કે સવા બે લાખ મણ જ કપાસની આવક આવી રહી છે. તેલંગાનામાં મોટેપાયે કપાસની આવક ઘટીને માત્ર સવા લાખ મણ જ આવી રહ્યો છે.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડો દોઢ લાખ મણની અને દેશાવરની આવક પણ ઘટી હતી. કડીમાં આંધ્ર-કર્ણાટકનો કપાસ આવતો બંધ થયો છે. સોમવારે મહારાષ્ટ્રની ૮૦ થી ૧૦૦ ગાડી જ આવી હતી. સૌરાષ્ટ્રની પણ ૧૦૦ ગાડી જ આવી હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ।.૧૧૮૦થી ૧૨૩૫ , અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૯૦ ભાવ બોલાતા હતા. સોમવારે કડીમાં કપાસના ભાવ મણે રૂ।.૫ થી ૧૦ સુધર્યા હતા. 

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને ૯૦ હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૫૦ થી ૧૧૦૦ અને ઊંચામાં રૂ.૧૨૭૦ થી ૧૩૦૫ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસના ભાવ મણે રૂ.૧૦ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.૫ સુધર્યા હતા. 

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારાવાળા કપાસના રૂ.૧૨૭૦ થી ૧૨૭૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૪૫ થી ૧૨૫૦, મિડિયમ ક્વોલીટીના રૂ।.૧૨૧૦ થી ૧૨૨૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૭૫ થી ૧૧૯૦ ભાવ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા ખેડૂતોના ભાવ રૂ।.૧૨૩૦ થી ૧૨૫૦ સુધી અને કેટલાંક ગામડામાં રૂ।.૧૨૮૦ થી ૧૩૦૦ સુધીના વેપાર થઇ રહ્યા છે. ખાસ કરીને બીટી-૪ બિયારણના રૂના ભાવ બહુ જ ઊંચા બોલાય રહ્યા છે. 

કાલાવડ, ધોરાજી, ઉપલેટા અને ગોંડલના અનેક ગામડાઓમાં ખેડૂતોએ બીટી-૪ બિયારણ વાવ્યા બાદ તેમાં ૩૭ થી ૩૭ ઉતારા, ૨૯ મિમિ ઉપરની લેન્થ અને ૭૭-૭૮ આરડીના કપાસ મળી રહ્યા હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. આમ, બીટી-૪ના કપાસ અને બોટાદ, ધંધુકા અને ઢસા ગામડાના સારા ઉતારાવાળા કપાસના ભાવ ગામડે બેઠા ખેડૂતોને ઘણા જ સારા મળી રહ્યા છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું