કપાસમાં આવક સતત ઘટતા, ખેડૂતો માટે કપાસના ભાવમાં આવ્યો સુધારો

મંગળવારે દેશમાં રૂની આવક ૮૦ હજાર ગાંસડી એટલે કે સવા ઓગણીસ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. પંજાબ-હરિયાણામાં સીસીઆઈ ની ખરીદો બંધ થયા બાદ છેલ્લા બે દિવસથી કપાસના ભાવ સતત વધી રહ્યા છે. મંગળવારે સતત બીજે દિવસે કપાસના ભાવમાં મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. 

પંજાબ-હરિયાણા અને રાજસ્થાનમાં હવે કંપાસ તળિયાઝાટક થયો છે. તા.૧૫મી માર્ચ પછી પંજાબ- હરિયાણામાં કપાસની આવક માત્ર નામપૂરતી જ રહેશે. દક્ષિણ ભારતમાં તેલંગાના, આંધ્ર, કર્ણાટક, ઓરિસ્સા અને તામિલનાડુમાં હવે નબળો કપાસ જ બચ્યો છે. 

As cotton crop income continued to decline agriculture in India cotton crop apmc market prices improved for agriculture in Gujarat farmers cotton market price increase

તેલંગાનામાં જે કપાસનું ઉત્પાદન થયું તેનું ૮૫ ટકા કપાસ સીસીઆઈ એ ખરીદ્યો હોઇ હવે સારી કવોલીટીનો કંપાસ કયાંય બચ્યો જ નથી. મહારાષ્ટ્રમાં સારો કપાસ લોકલ વેચાય છે અને નબળો કપાસ ગુજરાત આવી રહ્યો છે. મંગળવારે સમગ્ર દેશમાં કપાસના ભાવ મણે રૂ।.૫ થી ૧૦ સુધર્યા હતા જો કે ગુજરાતમાં ભાવ એકંદરે ટકેલા હતા.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં દોઢ લાખ મણની અને દેશાવરની આવક પણ ઘટી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની ૧૦૦ ગાડીની જ આવક હતી પણ કડીના બ્રોકરના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રની ૧૦૦ ગાડીમાંથી ૩૦ થી ૩૫ ગાડી જ એવરેજ કવોલીટીની આવે છેબીજો કપાસ એકદમ કચરા ટાઇપ ક્વોલીટીનો છે.

સારી કવોલીટીના કપાસના ત્યાં બેઠા સારા ભાવ મળતાં હોઇ હવે કોઇ ગુજરાત કપાસ લઇને આવતાં નથી. કાઠિયાવાડના કપાસની આવક કડીમાં ૧૫૦ ગાડીની હતી. 

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૬૦ થી ૧રરપ , અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૨૦૦ ભાવ બોલાતા હતા. મંગળવારે કડીમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ ઘટયા હતા જ્યારે કાઠિયાવાડના મણે રૂ.૫ સુધર્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ૯૦ હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૫૦ થી ૧૧૦૦ અને ઊંચામાં રૂ.૧૨૭૦ થી ૧૩૧૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.૫ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના કપાસના ભાવ ટકેલા હતા. 

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારાવાળા કપાસના ભાવ રૂ.૧૨૮૦ થી ૧૨૯૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૪૫ થી ૧૨૫૦, મિડિયમ કવોલીટીના રૂ.૧૨૧૦ થી ૧૨૨૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૭૫ થી ૧૧૯૦ ભાવ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે હવે નબળા કપાસ મોટેભાગે પૂરા થઇ ગયા છે જેમની પાસે સારો કપાસ પડયો હતો તેના કપાસ હવે બચ્યા છે આથી ગામડે બેઠા હવે રૂના ભાવ વધારીને કપાસ મળી રહ્યો છે. મોટાભાગના ગામડાઓ રૂ.૧૨૫૦ના ભાવે મક્કમ છે. ગામડે બેઠા જે કપાસ પડ્યો છે તે હવે મંદીનો ગભરાટ આવે અથવા ભાવ વધીને રૂ।.૧૪૦૦ થશે ત્યારે જ વેચાવા આવશે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું