કપાસના ભાવ સતત તૂટતાં, ગામડે ભાવ મક્કમ રહેતા વેપાર ઘટ્યા

શુક્રવારે દેશમાં રૂની આવક ૮૦ થી ૮૨ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક જળવાયેલી હતી પણ બજારમાં ભારે સુસ્તી હોઈ તમામ રાજ્યોમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૨૦ સુધી ઘટયા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોઇ હવે ખેડૂતોને અને કપાસિયા તથા ખોળના સ્ટોકીસ્ટોની લોકડાઉનનો ડર વધી રહ્યો હોઈ સતત વેચવાલી વધી રહી છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હવે કપાસની આવક નામ પૂરતી જ હોવા છતાં છેલ્લા બે દિવસથી વેચવાલી વધી રહી છે.

As cotton crop apmc market price continued to down agriculture in India cotton market income increase trade agriculture in Gujarat village farmer cotton crop price firm

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં પોણા બે લાખ મણની અને દેશાવરની આવક જળવાયેલી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ફોરેન વાયદા ઘટતાં આજે કપાસ ખરીદવામા કોઈને રસ ન હોઇ ભાવ સતત ઘટી રહ્યા છે. 

કડીમાં મણે રૂ।.૧૦ થી ૧૫ ઘટયા હતા. કડીમાં છેલ્લા ત્રણ દિવસથી ભાવ સતત ઘટી રહ્યા છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની ૧૦૦ ગાડીની અને કાઠિયાવાડના કપાસની આવક કડીમાં ૧૭૫ ગાડીની હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૬૦ થી ૧૨૨૫, અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૨૧૦ ભાવ બોલાતા હતા.

સોમવારે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં આવક ૮૦ હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૩૦ થી ૧૦૭૦ અને ઊંચામાં રૂ।.૧૨૪૦ થી ૧૨૯૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.૧૦ ઘટયા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૫ ઘટયા હતા. 

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારાવાળા કપાસના ભાવ રૂ.૧રપપ થી ૧૨૬૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૩૫ થી ૧૨૪૦, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૯૦ થી ૧૨૧૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૪૦ થી ૧૧૭૦ ભાવ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા ખેડૂતોને રૂના ભાવ રૂ.૧૨૫૦થી નીચે વેચવો નથી અને જીનર્સોને આ ભાવે કપાસ ખરીદવો પોસાય તેમ નથી આથી સતત ત્રીજે દિવસે ગામડે બેઠા વેપારો ઘટયા હતા. કેટલાંક ખેડૂતો હવે વધારે ભાવ ઘટવાની બીકે થોડો કપાસ વેચી રહ્યા છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું