ઘઉંના ભાવમાં બે તરફથી અથડામણ, સુપર ક્વોલિટીમાં ખેડૂતોને સારા ભાવ મળશે

ઘઉં બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. નવા ઘઉંની આવકો ધારણાં મુજબ વધતી ન હોવાથી હજી બાયરોની લેવાલી ઠંડી છે, પરતુ સુપર ક્વોલિટીનાં ઘઉં જે સેન્ટરમાં આવે છે ત્યાં ભાવ સારા બોલાય રહ્યા છે. સુપર ક્વોલિટીની આવકો બહુ જૂજ જ આવે છે અને તેનાં ભાવ ગણાય નહીં, પરંતુ વેપારો થાય છે અને આવા વેપારો ઊંચામાં આજે રૂ.૪૯૨ સુધીમાં ગોંડલમાં થયાં હતાં. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧૫ હજાર ગુણી જેવી નવા ઘઉની આવક હતી.

વેપારીઓ કહે છેકે સુપર ક્વોલિટીની આવકો બહુ ઓછી છે અને તેમાં અમુક વર્ગની માંગ હોય છે, પરંતુ આવા ઘઉંની ગુણી આંગણીનાં વેઢે ગણાય એટલી જ હોય છે.સરેરાશ બજારો ઠંડા અને ઘઉંનાં ટૅકાનાં ભાવ થી નીચેજ બોલાય રહ્યાં છે. આગામી દિવસોમાં આવકો વધશે તો બજારો રૂ.૧૦ દબાય શકે છે. સોમવારથી આવકો ૧૦થી ૧૫હજાર ગુણીની સૌરાષ્ટ્રમાં શરૂ થઈ જાય તેવીધારણાં છે.

the agriculture in Gujarat wheat crop market prices clash from two sides Gujarat farmers will get good wheat apmc market prices in super quality wheat

ગાંધીધામ ઘઉંનાં ભાવ ડિલીવરીમાં આજે આઈટીસીનાં ૩ ટકા વટાવમાં જૂનાનાં રૂ.૧૯૭૫, નવાનાં રૂ.૧૯૭૫ આઈટીસીનાં જૂનાગઢ લોકવન રૂ.૧૯૨૦, ટૂકડા રૂ.૧૯૨૦, મિલ ક્વોલિટી રૂ.૧૮૯૦નાં ભાવ હતાં. 

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આશરે ૧૫ હજાર ગુણીની આવકો થઇ...

બિશ્નોઈ રૂ.૧૮૬૦ અને અન્ય કંપનીનાં ભાવ રૂ.૧૮૭૦નાં ભાવ હતાં. અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૧૮૮૦નાં હતાં, બરોડા સુરત માટે મિલ ક્વોલિટીનાં રૂ.૧૯૭૦નાં ભાવ સપ્તાહમાં ડિલીવરીની શરતે બોલાતાં હતાં.

નવા ઘઉંની કેશોદમાં આજે ૬૦૦૦ ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંનાં ભાવ રૂ.૩૪૫થી ૩૭૦નાં હતાં.

રાજકોટમાં નવા ઘઉની ૩૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉંનાં ભાવ લોકવનમાં રૂ.૩૫૦થી ૩૭૧, ટૂકડામાં રૂ.૩૪પથી ૩૮૬નાં ભાવ હતાં. જૂના ઘઉંની ૮૦૦ બોરીની આવક હતી. 

ગોંડલમાં નવા ઘઉંની ૨૦૦૦ ગુણીની આવક હતી અને ગોંડલ ઘઉંનાં ભાવ લોકવનમાં રૂ.૩૫૦થી ૩૭૦ અને એક એન્ટ્રી રૂ.૪૨રની હતી, ટૂકડામાં રૂ.૩૫૦થી ૩૮૦નાં ભાવ હતાં. બેસ્ટ માલો અમુક વકલમાં રૂ.૪૦૦થી ૪૯રનાં હતાં.

જૂનાગઢમાં ૨૦૦૦ કટ્ટાની આવક હતી અને જૂનાગઢ ઘઉંનાં ભાવ લોકવન રૂ.૩૪૦થી ૩૬૦ અન ટૂડડાંમાં રૂ.૩૩૦થી ૩૪૬૦નાં હતાં. કોડીનારમાં ૩૫૦૦ ગુણીની આવક અને લોકવન ઘઉંનાં ભાવ રૂ.૩૫૦ થી ૩૫૫ અને ટૂકડામાં રૂ.૩૬૦થી ૪૧૩નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૩૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંનાં ભાવ મિલબરનાં રૂ.૩૪પથી ૩૫૦, મિડીયમમાં રૂ.૩પ૫પથી ૩૬૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૮૦થી ૪૦૩નાં ભાવ હતાં. નવા ઘઉંમાં એક વકલમાં રૂ.૩૮૦ ભાવ હતાં.

મોડાસામાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંનાં ભાવ રૂ.૩૪૫થી ૪૦૯નાં ભાવ હતાં. ઈડરમાં ૫૦ બોરી હતી, અને ઈડર ઘઉનાં ભાવ રૂ.૩૫૦થી ૩૪૭૭નાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું