મગફળીના ઓછા વેચાણથી રાજસ્થાનથી વેપારો વધે તેવી સંભાવનાં

ગુજરાતમાં મગફળીની ઓછી વેચવાલી જોવા મળી રહી હોવાથી રાજસ્થાનમાંથી વેપારો ધીમી ગતિએ શરૂ થયા છે અને આગામી દિવસોમાં વધે તેવી ધારણાં છે. સીંગતેલ મજબૂત હોવાથી પિલાણ મગફળીનાં ભાવ સારા રહે તેવી ધારણાં છે, પરંતુ દાણાબારમાં હાલ કોઈ લેવાલ નથી. 

રાજસ્થાનમાંથી મગફળીની પડતર નીચી પડી રહી છે અને ગુજરાતમાં નાફેડ હજી 15મી ફેબ્રુઆરીથી બજારમાં આવશે. હાલ ઉત્પાદનનો 10 થી 15 ટકા માલ એકલા નાફેડ પાસે અને બીજો સ્ટોકિસ્ટો પાસે પડ્યો છે. ઉનાળુને હજી ઘણી વાર હોવાથી નાફેડ નહીં આવે ત્યા સુધી બજારો અથડાયા કરશે.

Low peanut market sales agriculture in Gujarat groundnuts market are likely to boost trade from Rajasthan peanut trading peanut apmc market price are increase for Gujarat groundnut farmer

ગોંડલમાં મગફળીના વેપાર 17 હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-20માં રૂ.1050 થી 1241, રોહીણીમાં રૂ.1000 થી 1150, 66 નંબરમાં રૂ.900થી 1100નાં ભાવ હતાં. જી-37માં રૂ.1000 થી 1100નાં ભાવ હતાં.

રાજકોટમાં 13 હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી 40 હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીના ભાવ ટીજે 37માં રૂ.830 થી 1060, 24નં. રોહિણીમાં રૂ.650 થી 1080, 39નં.બોલ્ડમાં રૂ.850 થી 1000, જી-20માં રૂ.1050 થી 1160, 66નંબરમાં રૂ.650 થી 1050 અને 99 નં.માં રૂ.1060 થી 1095નાં ભાવ હતાં. 

જામનગરમાં 4000 ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-20માં રૂ.1025 થી 1150, જી-37નાં ભાવ રૂ.900 થી 1050, 66 નંબરમાં રૂ.950 થી 1050 અને રોહીણીમાં રૂ.950 થી 1100નાં ભાવ હતાં.

મહુવામાં 3200 ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ મગડીમાં રૂ.1050 થી 1151 અને જી-20માં રૂ.659 થી 1172નાં ભાવ હતાં.

હીંમતનગરમાં 500 થી 700 ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીના ભાવ રૂ.1100 થી 1350 સુધીનાં ભાવ બોલાયાં હતાં.

સીંગદાણામાં બજારો બે તરફી વધઘટે અથડાય રહ્યા છે. કોમર્સિયલમાં સરેરાશ વેપારો પાંખા છે.સાઉથમાં નવા દાણાની આવકો સારી હોવાથી ત્યાંથી નિકાસ વેપારો સારા થઈ રહ્યાં હોવાથી લોકલ બજારો નરમ છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું