સારી કવોલીટોના કપાસમાં સતત બીજે દિવસે સારા ભાવ મળશે

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં કપાસની આવક ઘટીને પોણા ત્રણ લાખ મણની હતી અને દેશાવરના કપાસની આવક પણ રોજેરોજ ઘટી રહી છે. . દેશાવરમાં કપાસના ભાવ વધતાં કડીમાં આવક સતત બીજે દિવસે ઘટી હતી. 

કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ર૫, આંધ્ર-કર્ણાટકના ૬૦-૬૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.૧૧૦૦ થી ૧૧૭૫, આંધ્ર કપાસના ભાવ રૂ.૧૧૨૦ થી ૧૧૮૦, કર્ણાટકના ર.૧૧૪૦ થી ૧૨૦૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૪૦ થી ૧૧૯૦ના ભાવ બોલાતા હતા. 

the commodity news of Good quality cotton market will fetch agriculture in Gujarat cotton apmc market prices for the second day in a row

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે ૧.૯૫ લાખ મણની આવક હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૫૦ અતે ઊંચામાં રૂ.૧૧૭૦ થી ૧૧૮૫ બોલાયા હતા. સારી કવોલીટીની કપાસની અછત વધી રહી હોઇ આજે પ્રિમિયમ કવોલીટીના કપાસમાં મણે રૂ।.૫ સુધર્યા હતા. 

જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર ક્વોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૭૫ થી ૧૧૯૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૬૦ થી ૧૧૬૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૬૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૨૦ થી ૧૧૨૫ ભાવ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હવે સમગ્ર ગુજરાતમાં ૨૦ ટકાથી સારી કવોલીટીનો કપાસ વધુ આવતો નથી. માર્કટયાર્ડોમાં ૭૦ ટકા કપાસ મિડિયમ અને નબળી કવોલીટીનો આવતો હોઇ હવે જીનર્સોને પાલા-પાલી કરીને રૂ.૧૧૧૫ થી ૧૧૨૦નો દડો બનાવે તો જીન ચાલી શકે છે. ગામડે પણ આવી જ સ્થિતિ છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું