મગફળીમાં ઓછી લેવાલીથી ભાવમાં સ્થિરતા: મગફળીમાં નરમાઇ

મગફળીમાં બજારો પાંકી લેવાલી અને તહેવારોની રજાઓને કારણે સરેરાશ સ્થિર રહ્યા હતાં. દાણામાં સંક્રાતિની ઘરાકી હવે પૂરી થઈ ગઈ છે જેને પગલે હવે નિકાસ વેપારો ઉપર જ બજારનો મોટો આધાર રહેલો છે. 

સીંગતેલનાં ભાવ વધુ તુટશે તો જાડી મગફળીનાં ભાવ આગામી દિવસોમાં મણે રૂ.પથી ૧૫ જેટલા ઘટી જાય તેવી ધારણાં છે. બિયારણ કવોલિટીની મગફળીનાં ભાવ મચક ન આપે તેવી ધારણા છે, તેમાં ખૂબ જ સારી માંગ છે અને વેચવાલી ઓછી છે.

market news of  peanut apmc market price stability agriculture in Gujarat peanut market due to low intake of groundnut, Weakness in groundnut market

સીંગતેલ તુટશે તો જાડી મગફળીનાં ભાવ ઘટે તેવી ધારણાં...

ગોંડલમાં મગફળીની ૨૦થી રર હજાર ગુણીની આવક હતી અને વેપાર ૧૭ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૪૦, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૬નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૬ હજાર ગુણીની આવક હતી અને ૧૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૨૭ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૯૩૦થી ૧૧૦૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૦૦થી ૧૧૫૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૨૦, જી-ર૦માં રૂ.૯૭૦થી ૧૧૩૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૬૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૦૦થી ૧૦૬૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૦૬૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૨૨૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૬૫૦ થી ૧૦૬૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૧૭૫ અને રોહીણીમાં રૂ.૬૯૩૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

મહુવામાં ૨૧૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ માં રૂ.૬૫૦ થી ૧૨૨૨ અને જી-૨૦માં રૂ.૬૬૮ થી ૧૧૫૦નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૨૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૧૨પ૫થી ૧૪૬૪નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું