મગફળીનાં ભાવ સ્થિર: હિંમતનગરમાં સારા માલમાં રૂ.૧૩૦૦ ઉપરનાં ભાવ

ખાધતેલમાં નરમાઈ વચ્ચે આજે મગફળીની બજારમાં ભાવ પણ સરેરાશ સ્ટેબલ રહ્યાં હતાં. રાજકોટ અને ગોંડલ જેવા સૌરાષ્ટ્રનાં મુખ્ય પીઠામાં સારી ક્વોલિટી-બિયારણ ટાઈપનાં માલ હવે બહુ ઓછા આવતા હોવાથી ઉપરમાં ભાવ હવે બહ ઊંચા બોલાતા નથી. 

જામનગરમાં પણ હવે બિયારણ ક્વોલિટીનાં માલની આવકો ઓછી હોવાથી બજાર આજે સરેરાશ સ્થિર રહ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ડીસા આજે બંધ હતુ, પરંતુ સરેરાશ હવેત્યાં આવકો પૂરી થઈ ગઈ છે. હિંમતનગરમાં મગફળીના ભાવ અને સારી આવકો છે, અને આજે ઊંચામાં ૭૮નો ઉતારા વાળી મગફળીમાં રૂ.૧૩૬૭ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

Stability in groundnut crop market news peanut market prices above Rs.1500 in good goods in Agriculture in Gujarat Himmatnagar groundnut market price

રાજકોટ-ગોંડલમાં સારા માલની આવકો ઓછો હોવાથી ભાવ સ્થિર

ગોંડલમાં મગફળીનાં પાલની કુલ ૭ હજાર ગુણીની આવક હતી અને ૨૩૦૦૦ ગુણીનાં વેપારો થયા હતાં. મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૬૭૫થી ૧૦૭૫, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૨૫, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૦૫૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને નવી ૭૦ હજાર ગુણીની આવક હતી. ભાવ ટીજે ૩૭માં રૂ.૯૦૦થી ૧૦૦૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૯૫૦થી ૧૦૩૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-ર૦માં રૂ.૯૮૦થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૩૦ અને ૯૯ નં.માં રૂ.૯૫૦થી ૯૯૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૫૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૦૩૫, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૦૭૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૨પનાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

મહુવામાં ૩૯૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ  રૂ.૧૦૫૦ થી ૧૨૩૩, જી-પમાં રૂ.૬૯૩૪થી ૧૧૬૬ અને જી-૨૦માં રૂ.૮૪રથી ૧૦૪૯નાં ભાવ હતાં.

હીંમતનગરમાં પ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૧૧થી ૧૩૬૭નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું