
મગફળી બજારમાં આજે મજબૂતાઈ હતી, પંરતુ બજારમાં તેજી બહુ ન ટકે તેવી ધારણાં છે. દિવાળી પહેલા બજારમાં નાણાભીડ વધી રહી છે અને સીંગતેલની બજારમાં આજે એક જ દિવસમાં રૂ.૫૦ જેવો ઘટાડો થયો હતો.
જેને પગલે આગામી દિવસોમાં મગફળીની બજાર વધતી અટકી જશે. આજે મોટા ભાગનાં સેન્ટરમાં રૂ.૧૦ થી ૧૫નો વધારો થયો હતો. રાજકોટમાં એકાદ લાખ ગુણીની આવકનો અંદાજ હતો, હવે નવી આવકો દિવાળી બાદ જ શરૂ થશે.
હળવદમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૭૫ થી ૯૧૫અને સારામાં રૂ.૯૨પ થી ૯૫૦નાં ભાવ હતાં.
મોટા ભાગનાં સેન્ટરમાં મગફળીનાં ભાવમાં રૂ.10થી 15નો સુધારો આવ્યો...
ગોંડલમાં ૩૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૫૦થી ૧૦૫૦, રોહીણીમાં રૂ.૮૫૦ થી ૯૫૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૮૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.
રાજકોટમાં એક લાખ ગુણીની આવક હતી અને ૧૮થી ૨૦ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૬૦થી ૯૭૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૮૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૭૦, જી-ર૦માં રૂ.૯૫૦થી ૧૦૭૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૧૦૦નાં હતાં. ૯૯ નં,માં રૂ.૬૩૦ થી ૯૭૦નાં ભાવ હતાં.
મહુવામાં આજે ૧૫૫૦૦ ગુણીનાં વેપાર હતાં. અને ભાવ મગડીમાં રૂ.૬૯૩૧થી ૧૦૮૦, જી-પમાં રૂ.૬૪૦ થી ૧૧૧૬, જી-૨૦માં રૂ.૯૧૫ થી ૧૦૯૧નાં ભાવ હતાં.
હિંમતનગરમાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૯૦૦ થી ૧૨ર૪૦નાં ભાવ હતાં. હિંમતનગર યાર્ડમાં હવે તમામ સ્ટોક ખાલી થઈ ગયો છે. બે વેપારીઓનાં કોરાનાને કારણે અવસાન થત્તા શનિવારે હિંમતનગર યાર્ડ બંધ છે.
ડીસામાં ૪૨ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦ થી ૧૧૭૧નાં હતાં. પાલનપુરમાં ૩૫ હજાર ગુણી, પાથાવાડામાં ૬૦ હજાર ગુણી અને ઈડરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી.