
લસણ બજારમાં બિયારણની ઘરાકી મોટા ભાગની પૂર્ણ થઈ ગઈ હોવાનો વેપારીઓનો અંદાજ છે. હાલ લસણમાં ખાસ કોઈ મોટી લેવાલી નથી, પરંતુ બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ સ્થિર જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં લસણની બજારમાં વેચવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
રાજકોટમાં લસણની ૬૦૦ ગુણીની આવક હતી અને લસણનાં ભાવ રૂ.૬૦૦થી ૧૭૦૦ની વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે. સુપર ક્વોલિટીમાં રૂ.૧૫૦૦થી ૧૭૦૦નાં ભાવ હોય તેવી આવકો બહુ ઓછી છે. હતી. મોટા ભાગનો માલ મુંડા અને રાશબંધ ક્વોલિટીનો જ હતો.
ગોંડલમાં ૨૧૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૧થી ૧૪૪૦નાં જોવા મળ્યાં હતાં. મધ્યપ્રદેશમાં દલૌદામાં ૫૦૦૦ ગુણીની આવક હતી અને ભાવમા રૂ. ર થી ૩નો પ્રતિ કિલો ઘટાડો હતો.
મધ્યપ્રદેશમાં અમુક સેન્ટરમાં ઊટી ક્વોલિટીનાં નવા લસણની આવકો શરૂ
એવરેજ માલમાં રૂ.૫૦થી ૬૦ અને સારા માલમાં રૂ.૯૦થી ૯૫ બોલાતાં હતાં. નવા લસણનાં ભાવ ઊંટી ક્વોલિટીમાં રૂ.૪૦થી ૮૦નાં ભાવ હતા અને નવાની ૩૦ ગુણીની આવક હતી.
કોટામાં ૧૦ હજાર ગુણી, બારનમાં ૯ હજાર ગુણીની આવક હતી અને પીપલીયામાં ૧૫ હજાર ગુણીની આવક હતી. જ્યારે મંદસૌરમાં ૩૦ હજાર ગુણીની આવક થઈ હતી.