મગફળી ટેકાની ખરીદ નોંધણીમાં લાલિયાવાળી કે શું ?

Peanut crop minimum support price MSP purchase registration Reddish or not?

મગફળી ટેકાની ખરીદ નોંધણીની બબાલ ખરેખરની ચકડોળે ચડી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ૧ અરજી પાછળ રૂ.૫૦ થી રૂ.૧૦૦નો ચાંદલો લઇ કામ થતું હોવાની ચર્ચાઓ પણ સંભળાય છે. તો ક્યાક ખેડૂતો એવું પણ કહે છે કે સરકારપાસે દરેક ખેડૂતોનો બાયોડેટા છે, તો આ પીડા વારંવાર શા માટે ? એક સૂર એવો પણ સંભળાય છે કે આ કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાલની આડમાં જ્યાં દરવાજા ખુલ્લા છે, ત્યાં મળતિયાઓ અગ્ર ક્રમે પોતાના કામની પતાવટ કરી લેવાની વેતરણમાં છે.

દેવભૂમિ દ્રારકાના ભાણવડ અને મોરબીના ટૅકારા પંથકના અમુક ગામડાઓમાં એક અરજી દીઠ રૂ.૫૦ થી રૂ.૧૦૦નો કટકી વસૂલીને રજીસ્‍ટ્રેશનનું કામ થઇ રહ્યું છે. 

આલિયાની ટોપી માલિયા પર ઓઢાડતા હોય એમ પોરબંદર પંથકમાં એવું સંભળાય છે કે તલાટીમંત્રીઓ અને ખાનગી ઓપરેટરોને નવા આઇડી નંબર આપીને કામની પતાવટી થઇ રહી છે. 

કોમ્પ્યુટર ઓપરેટરો (વીસીઇ)ના કામ બહિષ્કાર વસ્યે સરકારનો એક લાખ ખેડૂતોની નોંધણી થયાનો દાવો

જૂનાગઢના માણાવદર અને રાજકોટના ધોરાજી-જામકંડોરણામાં પણ રાજકીય દબાણ લાવીને કોમ્પ્યુટર ઓપરેટરો પાસે કામ કરાવાઇ રહ્યાંનું સંભળાય છે. છેલ્લા એક સપ્તાહમાં પોરબંદરના કેશવ ગામના, મોઢવાડા, ભાવપરા ગામના, પાલખાડા ગામના, શીશલી ગામના, વિસાવાડાના અને ઘેડ પંથકના કચ્છ ગામના ખેડૂતોએ રજીસ્‍ટ્રેશન કરવાની પીડા જણાવતા કહ્યું હતું કે સરકાર પાસેથી આધારકાર્ડથી માંડીને રેવન્યુના કાગળો સહિત, બધુ ઓન-લાઇન છે, ત્યારે આટલી બધી સરકારી તંત્ર અને ખેડૂતોના સમયની બરબાદી શા માટે કરવી જોઇએ ?

આ બધી હલાહલી પરથી એક એવું તારણ લઈ શકાય કે પુગતો ખેડૂતો રાજકીય માણસોના સહારે અથવા માર્કેટીંગ યાર્ડોની લાઇનોમાં પણ ઉભા રહીને રજીસ્ટ્રેશનની તળજોડ કરી લેતા હોય છે. નાગરીક પુરવઠા મંત્રી એક તરફ ૧ લાખ રજીસ્‍ટ્રેશનને આંબવાની વાત કરે છે, તો શું બધા રજીસ્‍ટ્રેશન આ રીતે જ થયા હશે ?

રાજ્ય વીસીઇ મંડળના ઉપપ્રમુખ પંકજભાઇ પરમારનું (પ, ઓક્ટો. સોમવાર સાંજના ૪.૩૦ કલાકે લખાય છે) ત્યારે કહેવું થાય છે કે સરકાર જાહેરાત કરી રહી છે કે વીસીઇ મંડળના પ્રશ્નોનું સમાધાન થઇ ગયું છે, ત્યારે હજુ સુધી અમને બોલાવ્યા પણ નથી, તો સમાધાનની વાત જ ક્યાં ઉદભવે છે ? અમારા પ્રશ્નો પુરા નહીં થાઇ ત્યાં સુધી અમે કામનો બહિષ્કાર જારી રાખ્યો છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું