મગફળીમાં નબળા માલમાં રૂ.૧૫ થી ૨૦૦૦નો સુધારોઃ આવકો કાલથી વધશે

Improvement of Rs.15 to Rs.2000 in weak goods in groundnut crop price: Peanut crop Revenue will increase from tomorrow

ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી હોવાથી ખેડૂતો હવે પુરજોશમાં મગફળી કાઢવા લાગ્યા છે અને આ કાઢેલી મગફળીની આવકો હવે ચાલુ સપ્તાહથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દેખાવા લાગે તેવી પૂરી સંભાવનાં છે. નબળો માલ હવે થોડો સુકાયો હોવાથી તેનાં ભાવમાં શનિવારે રૂ.૧૫થી રપનો વધારો થયો હતો.

વેપારીઓ કહે છેકે ચાલુ સપ્તાહથી સૌરાષ્ટ્રમાં એક લાખ ગુણી ઉપરની આવકો થાય તેવી સંભાવના છે. ગોંડલ યાર્ડ પણ રવિવારે બપોર પછી નવી આવકો ખોલી છે અને કેટલી આવક સોમવાર સવાર સુધીમાં થાય છે તેનાં ઉપર નજર છે. 

રાજકોટમાં પણ આવકો શનિવારે ર૨૩ હજાર ગુણી આસપાસની થઈ હતી, ચાલુ સપ્તાહથી આવકો વધી શકે છે. હળવદમાં હવે આવકો વધવાનાં ચાન્સ નથી. ડીસા-ઈડર-પાથાવાડા પંથકમાં આવકો હવે વધશે.

શનિવારે મગફળીમાં ગોંડલનાં પેન્ડિંગ માલનાં વેપાર ગણીએ. તો કુલ સવા લાખ ગુણી ઉપરનાં વેપાર કે આવકનો અંદાજ છે. રાજકોટમાં મગફળીની કુલ ૨૩ હજાર ગુણીની આવક હતી અને ત્રણેક હજાર ગુણી પેન્ડિંગ પડી હોવાનો અંદાજ છે. 

સૌરાષ્ટ્રમાં શનિવારે ૧.૨૫થી ૧.૩૫ લાખ ગુણી વચ્યે આવક વેપાર થયા

ભાવ ટીજે ૩૭માં રૂ.9૫૦થી ૯૫૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૦૦થી ૯૬૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૯૮૦, જી-૨૯માં રૂ.૮૫૦થી ૧૦૨૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૨૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.

ગોંડલમાં કુલ ૧૫ થી ૧૭ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જીણીમાં રૂ.૮૦૦થી ૯૫૦ અને જાડીમાં રૂ.૭૦૦થી ૧૦૦૦ સુધીનાં ભાવ હતાં.

હળવદમાં ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.9૫૦થી ૮રપ અને સારામાં રૂ.૬૯૦૦થી ૯રપનાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને વેપારો ૧રથી ૧૩ હજાર ગુણીનાં થયા હોવાથી હવે પેર્ન્ડિંગ માલ નથી. ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૭૦નાં હતાં. ઉત્તર ગુજરાતમાં સુકો માલ વધારે આવે છે. 

ડીસામાં ૨૧ હજાર ગુણીની આવક હતી ભાવ રૂ.૮૫૧થી ૧૦૫૧નાં હતાં. ઈડરમાં ૮૫૦૦ ગુણી આવક હતી અને ભાવ રૂ.૯૮૦થી ૧૧૧૪નાં ભાવ હતાં. પાલનપુરમાં ૨૫૦૦ ગુણીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું