સૌરાષ્ટ્રમાં હાલ જૂના કપાસની 12 થી 13 હજાર મણ અને નવા કપાસની બે થી અઢી હજાર મણની આવક થઈ રહી છે. જૂના કપાસના ઊંચામાં રૂ.1025 થી 1050 અને નીચામાં રૂ.750 થી 800 હતા.
જૂના કપાસની મોટી આવક રાજકોટ, અમરેલી, જસદણ અને સાવરકુંડલામાં થઇ રહી છે જ્યારે નવા કપાસની આવક અમરેલી અને સાવરકુંડલામાં થાય છે.
નવા કપાસના ઊંચામાં રૂ.925 થી 950 અને નીચામાં રૂ.750 થી 800 બોલાયા હતા.
હાલ નવા કપાસમાં હવા મણે ત્રણ થી સાડા ત્રણ કિલો આવી રહી છે. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ નવા કપાસના ભાવ રૂ।.800 થી 870 અને જુના કપાસના સારી કવોલીટીના રૂ. 1000 થી 1020 અને મિડિયમ કવોલીટીના રૂ. 950 થી 975 હતા.
નવા કપાસમાં ઉતારા 29 થી 30 પણ ગ્રેડ બહુ જ સારા મળી રહ્યા છે.