સૌરાષ્ટ્રમાં દેશાવરની કપાસની આવક વધતાં મણે રૂ.૩૦ થી ૫૦ ઘટયા

In Agriculture of Gujarat Saurashtra, the country's cotton crop price income fell by Rs 30 to Rs 50

સૌરાષ્ટ્રમાં હાલ જૂના કપાસની ઘટીને ૧૬ થી ૧૭ હજાર મણ અને નવા કપાસની આવક વધીને ૩૦૦૦ થી ૩૨૦૦ મણ મણની આવક થઈ રહી છે. 

જુના કપાસની આવક છેલ્લા ચાર દિવસથી સતત ઘટી રહી છે. જુના કપાસમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ઊંચામાં મણે રૂ.૫૦ થી ૬૦ ઘટયા છે અને નવા કપાસમાં મણે રૂ.૩૦ થી ૪૦ ઘટયા છે. આજે નવા-જુના કપાસમાં મણે રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા. 

જૂના કપાસના ભાવ ઊંચામાં રૂ।.૬૯૮૦ થી ૧૦૨૦ અને નીચામાં રૂ।.૭૫૦ થી ૮રપ હતા. જૂના કપાસની મોટી આવક રાજકોટ(૫પ૫૦૦ મણ), અમરેલી(૬૦૦૦ મણ), જસદણ ( ૨૦૦૦ મણ) અને સાવરકુંડલા(૧૦૦૦ મણ) ની હતી જ્યારે નવા કપાસની આવક અમરેલી (૨૦૦૦ મણ),રાજકોટ (૮૦૦ મણ) અને સાવર્કુંડલા(૧૦૦૦ મણ)ની હતી. 

નવા કપાસના ઊંચામાં રૂ.૮૬૦ થી ૯રપ અને નીચામાં રૂ।.૬૫૦ થી ૭રપ બોલાયા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ નવા કપાસના ભાવ રૂ.૮૦૦ થી ૮૨રપ અને જુના કપાસના સારી કવોલીટીના રૂ.૯૭૫ થી ૯૮૦ અને મિડિયમ ક્વોલીટીના રૂ।.૯૦૦ થી ૯૨૦ ભાવ હતા. 

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને  મધ્યપ્રદેશના નવા કપાસની ૨૦ થી રર ગાડીની આવક થાય છે. દેશાવરમાં કપાસમાં હાલ મણે ચાર કિલોની હવા આવે છે. 

કડીમાં ગત સપ્તાહે મહારાષ્ટ્રના કપાસની આવક ચાલુ થઇ હતી પણ વધારે પડતી હવાને કારણે હાલ ફરી આવક બંધ થઇ છે. 

ઓકટોબરના પ્રારંભ ધુલિયા-શ્રીપુર  લાઈનની અને તા.૧૫મી ઓકટોબર પછી કડી, વિજાપુર અને સૌરાષ્ટ્રના સેન્ટરોમાં મહારાષ્ટ્રના ઘાટના કપાસની આવક ચાલુ થઇ જશે. 

આ વર્ષે મહારાષ્ટ્રમાં વરસાદ માપસરનો પડયો હોઇ મહારાષ્ટ્રના કપાસના ઉતારા સૌથી બેસ્ટ હોવાની ધારણા છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું